Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનારમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન:શહેરની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા

    2 days ago

    કોડીનાર શહેરમાં ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવાના હેતુથી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરાયું હતું. આ યાત્રામાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ રાજદીપ સ્કૂલ ખાતેથી થયો હતો. ડી.જે. અને સ્કૂલ બેન્ડના સંગીત સાથે યાત્રા આગળ વધી હતી. વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતી વેશભૂષા ધારણ કરી હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને રજૂ કરતી પ્રસ્તુતિઓ કરી હતી. યાત્રાનું સમાપન એસ. કે. એમ. સ્કૂલ, કોડીનાર ખાતે થયું, જ્યાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોડીનારના મામલતદાર ભાસ્કર, શહેર ભાજપ પ્રમુખ અજય પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિલીપ વાળા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ઈ.આઈ. જીતુ ડોડીયા સહિત વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, રાજદીપ સ્કૂલ, ભ. ભા. વિદ્યાલય, નાલંદા સ્કૂલ, કોડીનાર કન્યા શાળા, કોડીનાર કુમાર શાળા, રામનગર પ્રાથમિક શાળા, એસ. કે. એમ. સ્કૂલ, નગરપાલિકા કોલેજ, જે. એસ. પરમાર કોલેજ અને મહિલા કોલેજના સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ જગતના આગેવાનો, શાળાઓ-કોલેજોના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે કોડીનાર પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ સહયોગ અપાયો હતો. સંસ્કૃત ભાષા ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વપૂર્ણ વારસો છે. આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું, જેણે કોડીનાર શહેરમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ કરી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સિવિલ હોસ્પિટલ H1N1 સામે સજ્જ:આરોગ્ય મંત્રીની ટકોર બાદ 5 વોર્ડમાં સ્પેશિયલ બેડ રિઝર્વ, હાલ એક પણ કેસ ન હોવાથી રાહત
    Next Article
    ઉમરાળામાં 2200 વૃક્ષોનું વાવેતર, વન બન્યું:મિશન ગ્રીન ઉમરાળા દ્વારા દોઢ વર્ષમાં સપનું સાકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment