Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોય્ઝ વોશરૂમ સહિતની માગ સાથે રોડ પર ચક્કાજામ:તાપીની બુહારીના સ્ટુડન્ટની વિવિધ માગ સાથે વિરોધ પ્રદર્શન, પોલીસે મધ્યસ્થી કરી, ટ્રસ્ટીઓની બાહેધરી બાદ આંદોલન સમેટાયું

    1 day ago

    તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલી બુહારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાથમિક માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ બુહારીથી બેડચીતને જોડતા મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ કરતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરાતાં પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં વિદ્યાર્થીઓ અને આગેવાનો સાથે સમજાવટભર્યો સંવાદ શરૂ કર્યો હતો. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ગર્લ્સ વોશરૂમમાં પાણી આવતું નથી, જ્યારે બોયઝ માટે વોશરૂમ જ નથી. ક્લાસરૂમમાં સાફસફાઈ રાખવામાં આવતી નથી અને સ્માર્ટ બોર્ડ પણ તૂટેલી હાલતમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેમની માંગણીઓ સંતોષવામાં આવી ન હતી, જેના કારણે તેમને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીનીએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. તાપી પોલીસે આ મામલે વિદ્યાર્થીઓ અને કોલેજના ટ્રસ્ટી મંડળ વચ્ચે બેઠક કરાવી સકારાત્મક વાતચીત કરાવી હતી. ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની પ્રાથમિક માંગણીઓ આગામી નવ દિવસમાં સંતોષવાની લેખિત/મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી. ટ્રસ્ટીઓની બાંહેધરી બાદ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. પોલીસની સમયસરની દરમિયાનગીરીથી વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને માર્ગ પર વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ડીસામાં શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ:યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો, સેમ્પલ પુણે મોકલાયા; નાની આખોલ ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ કામગીરી શરૂ
    Next Article
    ખાંડ મોંઘી છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ નહીં વધે:શહેરના 400 વેપારીઓએ સાથે મળીને રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો, રક્ષાબંધન પછી કિલોએ રૂ.30થી રૂ.40 સુધીનો ભાવવધારો થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment