Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંડ મોંઘી છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ નહીં વધે:શહેરના 400 વેપારીઓએ સાથે મળીને રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો, રક્ષાબંધન પછી કિલોએ રૂ.30થી રૂ.40 સુધીનો ભાવવધારો થઈ શકે

    1 day ago

    ખાંડના ભાવમાં વધારો થતાં મીઠાઈના ઉત્પાદન ખર્ચમાં પ્રતિ કિલોએ રૂ.30થી રૂ.35નો વધારો થઈ શકે તેમ છે. જોકે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશને શહેરના આશરે 400 વેપારીઓ સાથે મળીને રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તહેવાર બાદ પ્રતિ કિલોએ રૂ.30થી રૂ.40 સુધીનો ભાવવધારો થવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. વડોદરા શહેર મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખ ભરત રાણાએ જણાવ્યું હતું કે, આમ તો દરેક મીઠાઈમાં ખાંડનું મહત્વ રહેલું જ છે, કારણ કે ખાંડ વગર મીઠાઈ બનાવવી શક્ય નથી. ખાંડના ભાવમાં હાલમાં જે 40% જેટલો વધારો આવ્યો છે, તેના સંદર્ભમાં અમારા મંડળે વેપારીઓ સાથે એકત્રિત થઈને એવું નક્કી કરેલું છે કે, વડોદરા શહેરના નાગરિકો માટે આવનારો રક્ષાબંધનનો જે મહત્વનો તહેવાર છે, તેમાં વ્યાજબી કિંમતે મીઠાઈઓ મળી રહે. તે હેતુથી દરેક વેપારીઓને વિનંતી કરવામાં આવી છે કે રક્ષાબંધન સુધી ભાવવધારો કરવો નહીં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારું મંડળ અને સંગઠન એટલું મજબૂત છે કે, વર્ષોથી મંડળના હોદ્દેદારોની જે સૂચનાઓ હોય છે, તેનું દરેક વેપારીઓ પાલન કરે જ છે. રક્ષાબંધન પછી પ્રતિ કિલોએ અંદાજે ₹30થી ₹40નો વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ હાલમાં અમારા મંડળ અને મીઠાઈ-ફરસાળના દરેક વેપારીઓ સંમતિ દર્શાવી છે કે, રક્ષાબંધન સુધી કોઈ પણ ભાવવધારો કરવામાં આવશે નહીં. અમારા મંડળ સાથે આશરે 400 જેટલા વેપારીઓ જોડાયેલા છે. વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનના સેક્રેટરીએ નવલ બુનિયાએ જણાવ્યું હતું કે, મીઠાઈ બનાવવા માટે ખાંડ અને દૂધ એ મુખ્ય ગણાતા કાચા માલ છે અને તેમાં ખાંડનો વપરાશ સૌથી વધુ હોય છે. ખાંડના ભાવ સીધા અમારા રો-મટીરિયલ પર અસર કરે છે, જેના કારણે અત્યારે પ્રતિ કિલો ₹30થી ₹35ની કોસ્ટિંગ વધી ગઈ છે. તેમ છતાં પણ વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનું સંગઠન ખૂબ મજબૂત હોવાથી અત્યારે અમે ભાવ વધાર્યા નથી. દરેક વેપારીઓના પોતાના ચોક્કસ અને બાંધેલા ગ્રાહકો હોય છે, તેથી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન પહેલાં કોઈ ભાવવધારો ન કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધનને હવે ગણતરીના 3 દિવસ જ બાકી રહ્યા છે. આ ભાઈ-બહેનના પ્રેમનો ખૂબ જ પવિત્ર તહેવાર હોવાથી પ્રજા પર વધારાનો બોજ ન પડે તે માટે વેપારીઓને પણ અપીલ છે કે કોઈએ ડર કે પેનિકમાં આવીને ખાંડનો બિનજરૂરી જથ્થો કે સ્ટોક એકઠો કરવો નહીં.
    Click here to Read More
    Previous Article
    બોય્ઝ વોશરૂમ સહિતની માગ સાથે રોડ પર ચક્કાજામ:તાપીની બુહારીના સ્ટુડન્ટની વિવિધ માગ સાથે વિરોધ પ્રદર્શન, પોલીસે મધ્યસ્થી કરી, ટ્રસ્ટીઓની બાહેધરી બાદ આંદોલન સમેટાયું
    Next Article
    ભુજમાં નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ:હોસ્પિટલ રોડ પરથી ફૂટપાથના દબાણો દૂર કરાયા, રસ્તો ખુલ્લો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment