Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગળીના ભાવમાં રોકેટગતિએ વધારો, હજી વધુ મોંઘી થશે:બે મહિના સુધી માર સહન કરવો પડી શકે, લોકોએ કહ્યું-ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે

    1 day ago

    તહેવાર ટાણે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. 15 દિવસ પહેલાં 35થી 40 રૂપિયામાં મળતી ડુંગળી આજે 60થી 70 રૂપિયે કિલો પહોંચી છે. હજુ પણ 15થી 20 રૂપિયા ભાવ વધવાની શક્યતા છે. વેપારીઓના જણાવ્યાં મુજબ, વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળી પલળી ગઈ હોવાથી ગુજરાતમાં ઓછો માલ પહોંચી રહ્યો છે. માલની અછતના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના હોલસેલ ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો વધારો થતા વેપારીઓ 40થી 50 રૂપિયા કિલો ડુંગળી વહેંચી રહ્યા છે. અમદાવાદમાં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશથી ડુંગળીની આવક અમદાવાદના APMCના ડુંગળીના વેપારી અમરજીતે જણાવ્યું કે, માર્ચ અને એપ્રિલમાં માલ બહાર નીકળવાનો સમય હોય છે, પરંતુ આ સમયમાં જ કમોસમી વરસાદ પડતા ડુંગળીના જથ્થાને ખુબ અસર થઈ છે. 25 ટકા જેટલો સ્ટોક ખેડૂતોએ ક્વોલિટીના કારણે ખેતરમાં જ રહેવા દીધો છે. બીજા 25 ટકા માલ તેમને તાત્કાલિક જ કાઢવો પડ્યો હતો. અન્ય 50 ટકા માલ જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાંથી સપ્લાય થઈ રહ્યો છે. અમદાવાદમાં મહારાષ્ટ્રથી અને મધ્યપ્રદેશથી આવી રહ્યો છે. 3 મહિના પછી નવો પાક આવશે તે ગુજરાત સુધી પહોંચશે. આગામી ત્રણ મહિના સુધી આ અછત જોવા મળવાની છે. અમે આશા રાખી રહ્યા છીએ કે, પાક સારો થાય અને ભાવ ઘટે. વધુમાં અમરજીતે ઉમેર્યું કે, હાલમાં હોલસેલ માર્કેટમાં 50 રૂપિયા સુધી ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે. 15 દિવસ પહેલા બજારમાં ડુંગળીનો ભાવ 15થી 30 રૂપિયા હતો, જે વધીને 30થી 40 રૂપિયા થયો હતો. અત્યારે ભાવ 40થી 50 રૂપિયા પહોંચી ગયો છે. બે ટ્રકની માગ સામે એક જ ટ્રક માલ આવે છેઃ અનવરભાઈ ડુંગળીના વેપારી અનવરભાઈએ જણાવ્યું કે, દેશભરમાં નાસિક અને મધ્યપ્રદેશમાંથી જ માલ સપ્લાય થાય છે, જેથી દરેક જગ્યાએ ભાવ વધ્યા છે. ફર્સ્ટ ક્વોલિટીની ડુંગળી અત્યારે 45થી 50 રૂપિયા સુધી વેંચાય છે. અત્યારે જો કોઈ વેપારી 12 ટનની બે ગાડી મંગાવે તેને માત્ર એક જ ગાડી જેટલો માલ મળી શકે છે. તેમજ જે વેપારી ચાર ગાડી ભરીને ડુંગળીનો માલ મંગાવે તો તેને માત્ર બે ગાડી જેટલો જ માલ મળી શકે છે. વેપારીઓને પણ પૂરતો ડુંગળીનો જથ્થો મળી રહ્યો નથી. રાજકોટ નાસિકની ડુંગળી પર નિર્ભર, એક મણના રૂ.500થી વધી રૂ.1000 થયા રાજકોટની જયુબેલી શાકમાર્કેટમાં 40 વર્ષથી વેપાર કરતા સલીમભાઈ દલવાણીએ કહ્યું કે, રૂ.500નું મણ ડુંગળીનું બાંચકુ મળતું હતું, તે હવે રૂ.1000નું મણ મળે છે. ગામડામાંથી જે ડુંગળી આવતી તે ઉનાળા અને તડકામાં ફેલ થઈ જતાં નાસિકની ડુંગળીઓ ઉપર રાજકોટ નિર્ભર છે. ત્યાં પણ અછત થતાં આગામી બે મહિના સુધી હજુ લોકોને ભાવ વધારાનો માર સહન કરવો પડશે. ગ્રાહકોને 60 રૂપિયા કિલો કહીએ તો ખરીદી કરતા નથી. એક મહિના સુધી ભાવ વધારો રહેશેઃ હુસેનભાઈ અન્ય વેપારી હુસેનભાઈ દલવાણીએ જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડથી દરરોજ 2થી 5 બાંચકા મંગાવીએ છીએ. જોકે ઘરાકીમાં કોઈ ફેર પડ્યો નથી. હજુ એક મહિના સુધી ભાવ વધારો રહે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં એક વખત ડુંગળીના ભાવમાં આ રીતે વધારો થાય જ છે. તહેવારમાં ડુંગળીના ભાવમાં વધારો થતા બજેટ વધી ગયું: ગ્રાહક રાજેશભાઈ જ્યારે ગ્રાહક રાજેશભાઈએ કહ્યું કે, 60 રૂપિયાનો ભાવ સામાન્ય પબ્લિકને ખૂબ જ માર પડે તેવું છે. કારણકે ડુંગળી અને બટાટા લોકોનો રોજીંદો ખોરાક છે. તહેવારોમાં ભાવ વધારો થતા બજેટ વધી ગયું છે. સુરત APMCમાં 35ને બદલે માંડ 20 ટ્રકની આવક, મણનો ભાવ 1000 થયો સુરત APMC (સરદાર માર્કેટ)માં 1 મહિના પહેલાં 20 કિલો એટલે કે 1 મણ ડુંગળીનો જથ્થાબંધ ભાવ 500થી 600 રૂપિયા આસપાસ બોલાતો હતો. જોકે હાલમાં પૂરવઠો ખોરવાઈ જતાં સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ સીધો વધીને 800થી 1000 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે. હોલસેલ માર્કેટમાં જ ભાવ આટલા ઊંચા હોવાથી છૂટક બજારમાં ડુંગળી સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર જઈ રહી છે. જે પરિવારો અગાઉ એકસાથે 1 કિલો ડુંગળી ખરીદતા હતા, તેઓ હવે માત્ર 500 ગ્રામથી કામ ચલાવવા મજબૂર બન્યા છે. નવો પાક નહીં આવે ત્યાં સુધી ભાવ ઊંચા રહેશે: બાબુ શેખ સુરત APMC સરદાર માર્કેટના શાકભાજી અને ડુંગળી-બટાટાના જથ્થાબંધ વેપારી બાબુ શેખે જણાવ્યું કે, છેલ્લા 1 અઠવાડિયાથી ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ માર્કેટમાં આવક ઘટી જવી છે. અગાઉ સુરત માર્કેટમાં રોજેરોજ 30થી 35 ટ્રક જેટલી ડુંગળી ઠલવાતી હતી, તેની સામે હવે માત્ર 18થી 20 ટ્રક જ આવી રહી છે. દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ ગણાતા પિંપલગાંવમાં પણ ડુંગળીના ભાવ 4000થી 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી જતાં તેની સીધી અસર સમગ્ર દેશ સહિત સુરતના બજારો પર પડી છે. જે ગ્રાહક પહેલાં 10 ગુણ માલ લેતો હતો તે હવે 5 ગુણ જ ખરીદે છે. હવે જ્યારે ડુંગળીનો નવો પાક માર્કેટમાં આવશે, ત્યારે જ ભાવો અંકુશમાં આવશે. આખા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છેઃ કિશનસિંગ વડોદરામાં ગ્રાહક કિશનસિંગે જણાવ્યું કે, હાલમાં બજારમાં શાકભાજી, ખાસ કરીને ડુંગળી અને ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીના કારણે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. નાના કર્મચારીઓ, નાના ખેડૂતો અને સામાન્ય માણસો માટે વધતી જતી મોંઘવારીને પહોંચી વળવું અત્યંત કઠિન છે, જેના કારણે આખા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના ભાવ અત્યારે ₹60થી ₹65 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઊંચા ભાવના છે પરંતુ, ખાવા-પીવામાં જરૂરિયાત હોવાથી નછૂટકે પણ ખરીદવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    પટનામાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, દોડાવીને માર્યા:પથ્થરમારામાં અનેક પોલીસકર્મી ઘાયલ, વોટર કેનનથી પાણીનો મારો, CRPF સાથે ઘર્ષણ; TRE-4 પરીક્ષામાં ફેરફારની માંગ
    Next Article
    અરવલ્લીના મોડાસામાં સંસ્કૃત ગૌરવ યાત્રા:800થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment