Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા જેલમાં ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ:બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા બંદીવાનોને બાંધવામાં આવી રાખડી, બંદીવાનોએ લીધા વ્યસનમુક્તિના શપથ

    21 hours ago

    આજરોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય સંસ્થા અને ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વિથ HIV/AIDS સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે સંસ્થાની પ્રતિનિધિ બહેનોએ ભાવનગર જિલ્લા જેલમાં બંધ તમામ બંદીવાન ભાઈઓ અને બહેનોના કાંડે રાખડી બાંધીને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે ફરજ પર ઉપસ્થિત જેલ અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાખડી બાંધીને પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી., કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વ્યસનથી થતા આર્થિક, શારીરિક નુકસાન અને પારિવારિક મુશ્કેલીઓ વિશે સમજ આપીને તમામ બંદીવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી., આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જીવનમાંથી વ્યસન છોડવા માટેના શપથ પણ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાઈચારા, પરસ્પર સ્નેહ, માનવતા અને સામાજિક જાગૃતિની ઉદાત્ત ભાવના સાથે અત્યંત શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે જેલ પરિવાર અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા....
    Click here to Read More
    Previous Article
    યશસ્વી સિંહને સાઉથ એશિયન કરાટેમાં સિલ્વર મેડલ:જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું
    Next Article
    ડિવોર્સી સાથે લિવ-ઈનમાં રહેતાં યુવકનો 12માં માળેથી કૂદી આપઘાત, CCTV:રાજકોટમાં રેખા સાથે લગ્ન, આશા સાથે મૈત્રી કરાર, ફ્રેન્ડ કાજલના ઘરેથી કુદ્યો, પરિવારે કહ્યું-શંકાસ્પદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment