Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિવોર્સી સાથે લિવ-ઈનમાં રહેતાં યુવકનો 12માં માળેથી કૂદી આપઘાત, CCTV:રાજકોટમાં રેખા સાથે લગ્ન, આશા સાથે મૈત્રી કરાર, ફ્રેન્ડ કાજલના ઘરેથી કુદ્યો, પરિવારે કહ્યું-શંકાસ્પદ મોત

    1 day ago

    રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની 13 માળની પામ યુનિવર્સ બિલ્ડીંગના 12માં માળેથી ઝંપલાવી નિમેષ ભંડેરી(ઉં.વ.42) નામના યુવકે આપઘાત કર્યો છે. મૃતકે ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનરની બહેનપણીના ઘરે જઈને 1.39 વાગ્યે ઝંપલાવ્યું હતું. જો કે તેની સ્ત્રી મિત્રની બહેનપણીના ઘરે કેવી રીતે પહોંચ્યો એ પણ સવાલ છે. પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. મૃતકના બનેવી પરેશ સંખાડવાએ કહ્યું કે, આત્મહત્યા કરી કે શું કર્યું અમને ખ્યાલ નથી. શંકાસ્પદ મોત હોય એવું લાગે છે. અમે તો પહેલીવાર ત્યાં ગયા હતા, બીજી અમને ખબર નથી. બે સંતાનનો પિતા નિમેષ છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી આશા પાડલીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો. નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને એકબીજાની બહેનપણીઓ હોવાથી નિમેષ અને આશા અવારનવાર કાજલના ઘરે બેસવા માટે જતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે નિમેષ કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને એમ જ હતું કે નિમેષ રૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા માટે જાગી ત્યારે તેણે જોયું કે નિમેષ રૂમમાં નથી આથી તેણે ગેલેરીમાંથી નીચે તરફ નજર કરી તો નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા જેલમાં ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ:બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા બંદીવાનોને બાંધવામાં આવી રાખડી, બંદીવાનોએ લીધા વ્યસનમુક્તિના શપથ
    Next Article
    દાહોદમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment