Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષોના અબોલા ભૂલીને કશ્મીરા મામીજીના સપોર્ટમાં!:સુનીતાને ખુલ્લુ સમર્થન આપતા કહ્યું, 'કંઈક તો ખોટું થયું હશેને, એટલે આટલા વર્ષે હવે પોતાની વાત રજૂ કરી'

    2 days ago

    ગોવિંદા અને સુનીતા આહુજાના વિવાદમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પરિવારના કેટલાક સભ્યો આ અંગે મગનું નામ મરી પાડવા માંગતા નથી, તો બીજી બાજુ મામી સુનીતા સાથે વર્ષો સુધી અબોલા રાખનાર ભાણેજ વહુ કશ્મીરા હવે ખૂલીને તેનું સમર્થન કરી રહી છે. ખરેખરમાં, એક્ટર અભિષેક કુમારની બર્થડે પાર્ટીમાં પાપારાઝી સાથે વાતચીત દરમિયાન કશ્મીરાને પરિવારના વિવાદ પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે આ મામલાની દરેક વાત પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો, પરંતુ કહ્યું, હું એટલું જાણું છું કે તે મારી ફેમિલી છે. હું મારી ફેમિલીને પ્રોટેક્ટ કરીશ અને મારી ફેમિલીની મહિલાઓની સાથે ઊભી છું. કશ્મીરાએ સુનીતાના જાહેરમાં બોલવાના નિર્ણયને પણ સમર્થન આપ્યું. તેણે કહ્યું, લગ્ન અને બેવફાઈને લઈને પ્રશ્ન કર્યો કશ્મીરાના આ તાજેતરના નિવેદન ઉપરાંત તેણે થોડા સમય પહેલા લગ્ન અને બેવફાઈને લઈને સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. તેણે આકાશમાં દિલના આકારના નિશાનની તસવીર સાથે સવાલ કર્યો હતો કે, શું હજુ પણ “સાચો પ્રેમ” અસ્તિત્વમાં છે? તેણે કહ્યું હતું કે, લગ્નો તૂટવાથી અને લોકો દ્વારા છેતરપિંડી કરવાથી તેનો વિશ્વાસ ઓછો થયો છે. આ પોસ્ટ ગોવિંદા અને સુનીતાના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવી હતી. આ પહેલાં ગયા મહિને જ્યારે સુનીતા શો 'લોકઅપ સીઝન 2' માં હતી, ત્યારે કશ્મીરાએ લખ્યું હતું, મામી, મજબૂત રહો. તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ. કોઈને પણ તમને નબળા પાડવા ન દેતા. અસલી જિંદગી હોય કે રીલ લાઇફ, હંમેશાં તમે જેવા છો તેવા જ રહો અને જે તમને પરેશાન કરી રહ્યું છે, તેને તે જ અંદાજમાં જવાબ આપો. તેમને બતાવી દો કે અસલી મુશ્કેલી શું હોય છે. તેણે આગળ લખ્યું હતું, તમારો આ ‘ડેવિલ્સ એન્જલ’ તમારી રક્ષા કરવા અહીં છે. હું વચન આપું છું કે કોઈને તમને નીચા દેખાડવા કે રડાવવા નહીં દઉં. મને ખબર છે કે તમે તેમને જવાબ આપી શકો છો, પરંતુ તમે ચૂપ છો કારણ કે તમે ઘરે પાછા જવા માંગો છો. મારું કહેવું છે કે ત્યાં જ ટકી રહો અને જે પણ શોમાં તમને પરેશાન કરી રહ્યું છે, તેની જિંદગી મુશ્કેલ કરી દો. તમને આજે પણ અને હંમેશા પ્રેમ રહેશે. સુનીતાએ અરજી પાછી ખેંચવાનું કારણ જણાવ્યું સુનીતા પોતાના લગ્નની સમસ્યાઓ વિશે પહેલા પણ બોલી ચૂકી છે. તાજેતરમાં જ સુનીતાએ એક ફોન કોલમાં રાખી સાવંત સાથે વાતચીત દરમિયાન એ પણ કહ્યું કે, તેણે છૂટાછેડાની અરજી એટલા માટે પાછી ખેંચી કારણ કે ગોવિંદા પોતાની કો-એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે લગ્ન કરવાનો હતો. બીજી તરફ, ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ સુનીતા આહુજાના દાવાને ખોટો ગણાવ્યો. ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં શશિએ કહ્યું કે, સુનીતાની વાત સાંભળીને તેને આશ્ચર્ય થયું. તેણે સ્પષ્ટ કહ્યું કે ગોવિંદાના બીજા લગ્નનો કોઈ પ્રશ્ન જ નથી. તેણે કહ્યું, હું આ વાત તમારી પાસેથી સાંભળી રહ્યો છું. એવું કંઈ નથી અને ન તો એવું થશે. બીજા લગ્ન નથી થઈ રહ્યા. તે તેમની પત્ની છે અને કદાચ તેમના મનમાં કંઈક ચાલી રહ્યું હશે, તેથી તેમણે આવું કહ્યું. શશિએ કહ્યું કે, જો ગોવિંદા ખરેખર લગ્ન સમાપ્ત કરીને બીજા લગ્ન કરવા માંગતો હોત, તો તે પોતે છૂટાછેડાની અરજી આપત. તેના મતે, છૂટાછેડાની પ્રક્રિયા સુનીતાએ શરૂ કરી હતી અને બાદમાં તેણે જ અરજી પાછી ખેંચી લીધી. ગોવિંદાએ અફવાઓને લઈને પબ્લિક નોટિસ જાહેર કરી બીજી તરફ, પર્સનલ લાઇફને લઈને ફેલાયેલી અફવાઓ અંગે ગોવિંદા તરફથી પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નોટિસમાં મીડિયા ઓર્ગેનાઈઝેશન, ડિજિટલ પ્લેટફોર્મ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ગોવિંદા કે તેમના પરિવાર સાથે સંબંધિત ખોટી, બદનામ કરનારી, ખોટા ઇરાદાવાળી, મનઘડંત કે વેરિફાઈ ન થયેલું કન્ટેન્ટ બનાવવા અને ફેલાવવાથી ચેતવણી આપવામાં આવી છે. ગોવિંદાએ આવા લોકો સામે 100 કરોડ રૂપિયા સુધીના સિવિલ દાવાની ચેતવણી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો… …………… કશ્મીરા અને સુનીતા સંબંધિત આ સમાચાર પણ વાંચો… '14 વર્ષનો વનવાસ પૂરો થયો':સુનીતા આહુજાએ ભાણેજ કૃષ્ણા અને વહુ કાશ્મીરાને ગળે લગાવ્યા, કહ્યું- 'હવે ધમાલ મચાવીશું' કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ તેમજ તેના મામા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા વચ્ચે છેલ્લા એક દાયકાથી વધારે સમયથી મનદુઃખ ચાલી રહ્યુ હતું. જોકે, હવે વર્ષો બાદ મામી સુનીતાએ જૂના વિવાદો ભૂલીને ભાણેજ કૃષ્ણા અને વહુ કાશ્મીરાને ગળે લગાવી લીધા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    GrapheneOS Is Coming to Motorola’s Foldables Next Year; Support for Razr Fold, Razr Ultra Confirmed
    Next Article
    વલસાડમાં સંસ્કૃત યાત્રા યોજાઈ, 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:શ્લોકોચ્ચારથી માર્ગો ગૂંજી ઉઠ્યા, સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment