Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટીસરાના મંજુબા ક્લાસીસમાં ૧૨ વર્ષથી વિનામૂલ્યે શિક્ષણ:શ્રાવણના બીજા સોમવારે મહાનુભાવોએ બાળકો સાથે ઉજવણી કરી

    2 weeks ago

    પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં આવેલું મંજુબા સંસ્કાર સેવા કેન્દ્ર સંચાલિત 'મંજુબા ટ્યુશન ક્લાસીસ' છેલ્લા ૧૨ વર્ષથી ઉત્તમ સેવાકાર્ય કરી રહ્યું છે. આ સંસ્થા આસપાસના ગરીબ પરિવારો અને વંચિત વર્ગના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડે છે. અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે આ સંસ્થાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર-૨ ના કોર્પોરેટર છાયાબેન સતિષભાઈ પટેલ, રામાપીરના ભક્ત જીગરભાઈ અમૃતભાઈ દેસાઈ અને પત્રકાર જયભાઈ પટેલ (જે કે મકવાણા) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ક્લાસીસના બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને શ્રાવણ માસના પર્વ નિમિત્તે તેમને નાસ્તો કરાવી ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા જાગૃતીબેન સોલંકી, સવિતાબેન સેન, કાજલબેન સોલંકી અને રીમ્પલ સોલંકી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ બનેલી આ સંસ્થાની પ્રવૃત્તિઓથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌએ આ સેવાયજ્ઞને બિરદાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધનના દિવસે મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે:રોડ રીસરફેસ કરનાર કોન્ટ્રાક્ટરનું નામ અને વેલિડિટી સહિતની તકતી લગાવવા સૂચના
    Next Article
    SpaceX Shares Shoot To Green On Nvidia Pact To Bring Agentic AI Infra To Space

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment