Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનના દિવસે મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે:રોડ રીસરફેસ કરનાર કોન્ટ્રાક્ટરનું નામ અને વેલિડિટી સહિતની તકતી લગાવવા સૂચના

    2 weeks ago

    આગામી 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે દર વર્ષની જેમ મહિલાઓ અને બાળકો AMTS બસમાં મફત મુસાફરી કરી શકશે. AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ અને બાળકો માટે એમટીએસ બસમાંમાં મુસાફરી કરવાની સુવિધા કરી છે. બહેનો કોઈ પણ ભાડું ચૂકવ્યા વિના બધી જગ્યાએ ફરી શકે અને પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે. ગત વર્ષે પણ અમારી આ યોજના હેઠળ કુલ 71,150 બહેનોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. પ્રથમ રનિંગ બિલ કોન્ટ્રાક્ટરને ચૂકવવાનું રહેશે શહેરમાં રોડ રિસરફેસિંગની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી રોડ પર તકતી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ પ્રકારની જાહેરાત અગાઉ 2023માં પણ કરવામાં આવી હતી અને અમુક જગ્યાએ તકતી લગાવવામાં આવી હતી, પરંતુ તેનો પુરતો અમલ થયો નહોતો. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે આ તકતી લગાવ્યા બાદ જ હવે પ્રથમ રનિંગ બિલ કોન્ટ્રાક્ટરને ચૂકવવાનું રહેશે. તેની ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કર્યા બાદ જ ફાઇનલ બિલનું પેમેન્ટ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરની ફિટેડ તકતી મૂકવી પડશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે રોડ રીસરફેસની કામગીરી કરવામાં આવનાર છે તેમાં કામ શરૂ કરતા પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરની ફિટેડ તકતી મૂકવી પડશે. રોડની શરૂઆત અને પૂર્ણ થતી જગ્યા બંને સ્થળે તકતી લગાવવાની રહેશે. તકતીમાં રોડની વિગતો, કયા ઝોન અને વોર્ડમાં કામગીરી ચાલી રહી છે, કામ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ, ગેરેન્ટી અથવા ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ, કોન્ટ્રાક્ટરનું નામ, તેનો ફોન નંબર અને કોર્પોરેશનનો ટોલ ફ્રી નંબર દર્શાવવાનો રહેશે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી પડશે રોડ પર તકતી લગાવ્યા બાદ તેની વિગતો કોર્પોરેશનની વેબસાઇટ પર પણ મૂકવાની રહેશે. તકતી લગાવવામાં આવી છે તેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફાઇનલ બિલની ચુકવણી કરવામાં આવશે. જો રોડની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદામાં ફેરફાર થાય તો સુધારેલી તારીખ દર્શાવતી તકતી પણ ફાઇનલ બિલ ચૂકવતા પહેલાં મૂકવી પડશે.
    Click here to Read More
    Previous Article
    370 Biryani Controversy: Pranit More की Clip पर Male Comedians गायब? | Kusha Kapila | Social List
    Next Article
    મોટીસરાના મંજુબા ક્લાસીસમાં ૧૨ વર્ષથી વિનામૂલ્યે શિક્ષણ:શ્રાવણના બીજા સોમવારે મહાનુભાવોએ બાળકો સાથે ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment