Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ:રક્ષાબંધન અને ઈદે મિલાદના તહેવારોને લઈ પંચમહાલ પોલીસ એલર્ટ

    8 hours ago

    રક્ષાબંધન અને ઈદે મિલાદ જેવા તહેવારો દરમિયાન પંચમહાલ જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., ગોધરા શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત વિવિધ શાખાઓના મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ કાફલાએ ગોધરા શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ કરી હતી. આ માર્ચનો હેતુ નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરવાનો હતો. પોલીસે નાગરિકોને તહેવારો ભાઈચારા, શાંતિ અને કોમી એકતાના માહોલમાં ઉજવવા અપીલ કરી હતી. સાથે જ કોઈપણ પ્રકારની અફવા કે અનિચ્છનીય બનાવથી દૂર રહેવા પણ જણાવાયું હતું. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પંચમહાલ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે સતત પેટ્રોલિંગ અને તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં જન્માષ્ટમીનો"વિરાસતથી વિકાસ"લોકમેળો:સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ મેળાના ઉદ્ઘાટન માટે CM ને આમંત્રણ : 11.30 વાગ્યે એન્ટ્રી બંધ, રૂ.10 કરોડનો વિમો લેવાયો
    Next Article
    मराठी नहीं बोलने पर मुंबई में नहीं चला सकते ऑटो-टैक्सी? Mumbai Auto Rickshaw Taxi Strike | Shiv Sena

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment