Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં જન્માષ્ટમીનો"વિરાસતથી વિકાસ"લોકમેળો:સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ મેળાના ઉદ્ઘાટન માટે CM ને આમંત્રણ : 11.30 વાગ્યે એન્ટ્રી બંધ, રૂ.10 કરોડનો વિમો લેવાયો

    9 hours ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે. આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન આ મેળો યોજાવાનો છે ત્યારે તેમાં 228 જેટલા સ્ટોલ અને પ્લોટ હશે તો 34 જેટલી મોટી યાંત્રિક રાઈડનો આનંદ લોકો માણી શકશે. તા.2 ના નેવી બેન્ડ સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું છે. મેળાના 5 દિવસ દરમિયાન નામી 6 કલાકારોની સાથે 40 જેટલા લોકલ કલાકારોના પરર્ફોર્મન્સ પણ લોકો નિહાળી શકશે. 15 લાખ મુલાકાતીઓની સુરક્ષા માટે ખાસ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે આ સાથે જ મેળાનો રૂ.10 કરોડનો વિમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યા સુધી લોકમેળાનો આનંદ લોકો માણી શકશે. જોકે AI અને ડ્રોનની મદદથી થતા સર્વેલન્સમાં ક્રાઉડ વધી જશે તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર એટલે કે રાંધણ છઠ્ઠથી દશમ સુધી સૌરાષ્ટ્રનું સૌથી મોટું જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેનું નામ વિરાસતથી વિકાસ સુધી આપવામાં આવ્યું છે. લોકમેળાને નામ આપનાર અજય રતિલાલ કુકડિયાને અભિનંદન આપું છું. 228 સ્ટોલ અને પ્લોટ થકી લોકમેળા સમિતિને રૂ.364 લાખની કમાણી થઈ છે. હાલ અહીં રાઈડસ બાંધવાનું શરૂ થઈ ગયું છે યાંત્રિક રોડની કમિટી દ્વારા તેની ચકાસણી કરીને મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો પણ લેવામાં આવ્યો છે. આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા માટે સેન્ટ્રલ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. આ વખતે સ્પેશિયલ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે. મેળામાં ડ્રોન અને AI આધારિત સર્વેલન્સથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. ડિઝાસ્ટર અને ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા લોકમેળા સ્થળે એક પણ રાખવામાં આવી છે. 6 પ્રખ્યાત અને 40 લોકલ કલાકારોના પરર્ફોર્મન્સની રમઝટ લોકમેળામાં રાઈડસ અને ખાણીપીણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું લોકોમાં આકર્ષણ હોય છે ત્યારે આ વખતે મેળામાં 5 દિવસ દરમિયાન દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન 40 કલાકારોના ડાયરા, ગાયક અને ડાન્સના પરર્ફોમન્સ આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્ઘાટનના દિવસે એટલે કે તા.2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના નેવી બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવશે. વરસાદી પાણી ભરાય તો ડીવોટરિંગ પંપથી નિકાલ લોકમેળા સ્થળે વરસાદના કારણે પાણી ભરાઈ જાય તો કપચી અને ડીવોટરિંગ પંપથી તેનો નિકાલ કરવામાં આવશે. આ સાથે જ તમામ ડોમ વોટર પ્રુફ હશે એટલે ત્યાં પાણી ભરાવાની કોઈ સમસ્યા નહીં રહે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોકમેળાના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકમેળો રાત્રે 11.30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જોકે પોલીસ કમિશનરનું જાહેરનામુ બહાર પડ્યા બાદ ચોક્કસ સમય જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં મેળામાં કઈ તારીખે કયા કલાકારનું પરફોર્મન્સ તારીખ- કલાકાર 2 - ગોપાલ ભરવાડ 3 - રાજભા ગઢવી 4- શાંત્વની ત્રિવેદી 5 - ઉદય ધાંધલ 6 - સાગર કાચા અને દિવ્યેશ જેઠવા
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં આશા વર્કરોએ DDOને આવેદન આપ્યું:2 વર્ષથી બાકી પ્રોત્સાહક રકમ ચૂકવવા અને નિયમિત વેતનની માંગ
    Next Article
    ગોધરામાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ:રક્ષાબંધન અને ઈદે મિલાદના તહેવારોને લઈ પંચમહાલ પોલીસ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment