Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ટાવર ચોકમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ:વ્યસ્ત વિસ્તારમાં મચી અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

    18 hours ago

    વેરાવળના ટાવર ચોક ખાતે સોમવારે સાંજે બે આખલાઓ વચ્ચે લડાઈ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના આ વ્યસ્ત વિસ્તારમાં આખલાઓ સામસામે આવી જતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સાંજના સમયે ટાવર ચોકમાં વાહનવ્યવહારનું ભારણ વધુ હોય છે. આખલાઓની લડાઈ શરૂ થતાં લોકોમાં નાસભાગ મચી હતી. વાહનચાલકોને આખલાઓથી અંતર રાખીને જોખમી રીતે રસ્તો પસાર કરવો પડ્યો હતો. આખલાઓની લડાઈને કારણે કોઈ વાહનચાલક કે રાહદારી અડફેટે આવે તેવી દહેશત હતી. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વેરાવળ શહેરમાં રખડતાં પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી પ્રવર્તી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ આવા પશુઓ અવારનવાર જોવા મળે છે. આના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સલામતી સામે જોખમ ઊભું થાય છે. આ ઘટનાએ પાલિકા તંત્રની રખડતાં પશુઓ અંગેની કામગીરી સામે ફરી સવાલો ઊભા કર્યા છે. નાગરિકોની માંગ છે કે પાલિકા દ્વારા માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે રખડતાં પશુઓને નિયંત્રિત કરવા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાંથી આખલાઓ સહિત રખડતાં પશુઓને દૂર કરીને નાગરિકો અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી વ્યાપક લોકમાંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે:પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એકાઉન્ટન્ટ સહિતની 500 જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે
    Next Article
    અમદાવાદની સ્કૂલોમાં 3 મહિના પછી પણ 199 શિક્ષકોની ઘટ:TAT પાસ ઉમેદવારો ન મળતા હવે બિન-TAT ઉમેદવારોથી જ્ઞાન સહાયકની ભરતી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment