Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:આરોગ્ય વિભાગની મહિલાઓએ બંદીવાનોને રાખડી બાંધી, ભાઈચારાનો સંદેશ આપ્યો

    11 hours ago

    દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને વિવિધ સંલગ્ન સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલા કર્મચારીઓએ બંદીવાનોને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જીસેક્સ અમદાવાદ દ્વારા નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કાર્યરત દિશા, ડાપકું, આઈ.સી.ટી.સી., ટી.આઈ. અને એલ.ડબલ્યુ.એસ. તેમજ જી.એસ.એન.પી. પ્લસ સુરત દ્વારા સંચાલિત શુભેક્ષા અને વિહાન સંસ્થાના મહિલા કર્મચારીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓએ જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ બંદીવાનોને મીઠાઈ ખવડાવી રાખડી બાંધી હતી. આ પ્રસંગે સૌ નિરોગી, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભાઈચારો, માનવતા, સ્નેહ અને પરસ્પર લાગણીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ સમાજનો અભિન્ન હિસ્સો છે તેવી અનુભૂતિ કરાવવા માટે આ અનોખો અભિગમ અપનાવાયો હતો, જેનાથી કેદીઓમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થયો. આ કાર્યક્રમ દ્વારા આરોગ્ય વિભાગ અને જેલ પ્રશાસન વચ્ચેનું સંકલન વધુ મજબૂત બન્યું છે. ભવિષ્યમાં પણ બંદીવાનોના શારીરિક સ્વાસ્થ્યની સાથે તેમની માનસિક સુખાકારી માટે સંવેદનશીલતાપૂર્વક આવા લોકઉપયોગી અને સકારાત્મક કાર્યો જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં હિંડોળા ઉત્સવની ભવ્ય ઉજવણી:હરિનામ સંકીર્તન અને ધૂન સાથે શ્રદ્ધાળુઓએ ભગવાનને રીઝવ્યા
    Next Article
    દેવગઢ બારિયાના રેબારી ગામે પ્રાકૃતિક ખેતી શિબિર:ખેડૂતોને જીવામૃત, પાંચ આયામોની પ્રાયોગિક તાલીમ અપાઈ, ખર્ચ ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment