Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં હિંડોળા ઉત્સવની ભવ્ય ઉજવણી:હરિનામ સંકીર્તન અને ધૂન સાથે શ્રદ્ધાળુઓએ ભગવાનને રીઝવ્યા

    12 hours ago

    સુરતના વેડરોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત પ્રેમવતી મહિલા મંદિર ખાતે હિંડોળા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે હિંડોળા એ ભક્તોનો મનોભાવ અને કલાકૌશલ્ય વ્યક્ત કરવાનો અનોખો ઉત્સવ છે. બાલિકાઓ અને યુવતીઓએ વિવિધ કઠોળમાંથી હિંડોળો તૈયાર કર્યો પ્રેમવતી મહિલા મંદિરના બાલિકાઓ તથા યુવતીઓએ પોતાની કલા કૌશલ્યતા વ્યક્ત કરતા કઠોળમાંથી આકર્ષક હિંડોળા બનાવ્યા હતા. શ્રાવણ માસની પવિત્ર એકાદશીએ ભાગવતમાં વર્ણવેલા ભગવાનના ગુણોના નામ મગદાળ, તુવેરદાળ, અડદદાળ અને ચણાદાળ વગેરે દ્વારા આલેખીને હિંડોળાને નવીન ઓપ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્વામિનારાયણ ગુરુકુળની ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનો ચિતાર પણ કઠોળના દાણા દ્વારા રજૂ કરાયો હતો. ચાતુર્માસમાં અષાઢ વદ બીજથી શરૂ થતી પ્રેમભક્તિની પરંપરા ચોમાસામાં વરસાદના આગમન સાથે સુજલામ્ સુફલામ્ ધરતી પર ભક્તિનો માહોલ જામે છે. ચાતુર્માસ દરમિયાન પ્રતિવર્ષે અષાઢ વદ બીજથી શરૂ થતાં હિંડોળા એ ભક્તિની વૃદ્ધિ કરનારી અને કળા-કૌશલ્યને ઉત્તેજન આપનારી એક વિશિષ્ટ ઉત્સવ પરંપરા છે. હિંડોળા એટલે ભક્તોને મન ભગવાનને હૈયાંની દોરીથી ઝુલાવવાનું પવિત્ર માહાત્મ્ય, જે પર્વ સ્વામિનારાયણ તથા વૈષ્ણવ ધર્મમાં વિશેષ પ્રવર્ત્યું છે. હરિનામ સંકીર્તન અને ધૂન સાથે શ્રદ્ધાળુઓએ ભગવાનને રીઝવ્યા એકાદશીની રાત્રીએ ધર્મનંદન સંકીર્તન મંડળ તથા છેલ્લા 10 વર્ષથી દરરોજ સુરતના જુદા જુદા વિસ્તારોમાં ધૂન કરતા 300થી વધુ મહિલાઓ, પુરુષો અને સંતો આ ઉત્સવમાં જોડાયા હતા. સૌએ હિંડોળા ઉત્સવ પર્વે હાથમાં કરતાલ લઈને ઉમંગ સાથે હરિનામ સંકીર્તન કરી ભગવાનને રીઝવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવજીવન સાયન્સ કોલેજમાં NATS, AEDP સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો વધારવા માર્ગદર્શન
    Next Article
    દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:આરોગ્ય વિભાગની મહિલાઓએ બંદીવાનોને રાખડી બાંધી, ભાઈચારાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment