Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્તબીજનું આહ્વાન અને અસુરોનો વિજય ઘોષ!:'ધુરંધર'નો રહેમાન ડકૈત દૈત્યગુરુ શુક્રાચાર્ય બન્યો, 'મહાકાલી'ના ટીઝરમાં અક્ષય ખન્નાનું ડરામણું રૂપ

    1 day ago

    બોલિવૂડના 'ધુરંધર' રહેમાન ડકૈતનો હવે ખતરનાક શુક્રચાર્ય અવતાર જોવા મળશે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ 'મહાકાલીઃ શુક્રાચાર્યઝ વોર ક્રાય (શુક્રાચાર્યનો વિજયઘોષ)'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાં જ મહાકાળીના રૌદ્ર સ્વરૂપની સાથે સાથે શુક્રાચાર્ય બનેલા અક્ષય ખન્નાનું ડરામણું રૂપ ચર્ચાનો વિષય બની ગયું છે. દૈત્યગુરુ શુક્રાચાર્યના લુકમાં અક્ષય ખન્નાને ઓળખવો મુશ્કેલ 2 મિનિટ 53 સેકન્ડના આ ટીઝરમાં અક્ષય ખન્નાને અસુરોના ગુરુ શુક્રાચાર્ય તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે ધર્મ અને અધર્મ વચ્ચે ખેલાનારા મહાયુદ્ધાના પાયાની ઝાંખી કરાવે છે. 'ધુરંધર' બાદ 'મહાકાલી'માં પણ અક્ષય ખન્નાનો લુક ક્રુર દેખાઈ રહ્યો છે. સફેદ ચળકતી દાઢી, જટા, અતિ ગંભીર અને ઊંડી આંખો અને કપાળે તિલક સાથેના દૈત્યગુરુ શુક્રાચાર્યના લુકમાં અક્ષય ખન્નાને ઓળખવો મુશ્કેલ લાગી રહ્યો છે. ધર્મ કે અધર્મ? માનવ જાતના સર્વનાશનું આહ્વાન ટીઝરની શરૂઆતમાં અક્ષય ખન્નાનો પડધો પાડતો અવાજ સંભળાય છે. તે વેધક પ્રશ્ન પૂછે છે કે, 'સમુદ્ર મંથન સમયે દેવો અને અસૂરોએ સમાન શ્રમદાન કર્યા બાદ વિષ્ણુએ માત્ર દેવોને અમૃત પ્રદાન કર્યું, આ ધર્મ છે કે અધર્મ? ઇન્દ્રના સિંહાસનનો અધિકાર અમારી પાસેથી છીનવી લીધો, આ ધર્મ છે કે અધર્મ? સમસ્ત અસૂર જાતિને પાતાળમાં નાખીને 14 લોકોના દ્વાર બંધ કરી દીધા, આ ધર્મ છે કે અધર્મ?' બાદમાં તે પ્રતિજ્ઞા લેતા કહે છે કે, 'માત્ર 14 દિવસમાં અસૂરોનો વિજય ઘોષ આપણા કાનમાં ગૂંજી ઉઠશે. સદૈવ માટે અસૂર ગણ મુક્ત થઈ જશે.' બાદમાં તે રક્તબીજને માનવ જાતના સર્વનાશ કરવા માટે આહ્વાન કરે છે. શાનદાર VFX, દમદાર સાઉન્ડ ટીઝરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડાર્ક ઓરા ધરાવતા દ્રશ્યો, શાનદાર VFX અને આલીશાન સેટ્સ પૌરાણિક દુનિયાના રોમાંચને સારી રીતે અનુભવવામાં મદદ કરે છે. ટીઝરના અંતમાં સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે એક્ટ્રેસ શ્રીયા રેડ્ડી 'મહાકાલી'ના રૌદ્ર છતાં વાત્સલ્યસભર રૂપમાં બાળકને દૂધ પીવડાવતી જોવા મળે છે. 'મહાકાલીના મૂળ ઈતિહાસમાં ઊંડાણથી જોડાયેલા' નિર્માતા રિવાજ દુગ્ગલનું કહેવું છે કે, ''મહાકાલી'ની વાર્તા એક એવી દુનિયામાંથી આવે છે, જેના મૂળ આપણા ભારતીય ઈતિહાસમાં ઊંડાણથી જોડાયેલા છે. અમારો પ્રયાસ રહ્યો છે કે, તેને અત્યારના દર્શકો માટે એ સ્તરના ભવ્ય અને સિનેમાઈ અંદાજમાં રજૂ કરવામાં આવે, જેમના તે હકદાર છે. આ ઝલક મારફતે અમે દર્શકોને એ દુનિયાની પહેલી ઝલક આપી રહ્યા છીએ, જેની અમે કલ્પના કરી છે. અક્ષય ખન્નાનું શુક્રાચાર્યનું પાત્ર ભજવવું વાર્તામાં જોરદાર ઊંડાણ લાવે છે. અમે દર્શકોને તે મહાયુદ્ધનો અનુભવ કરાવવા માટે ખૂબ ઉત્સાહિત છીએ, જેની શરૂઆત 'મહાકાલી'થી થાય છે. જોકે, આ તો માત્ર એક શરૂઆત છે, એક ખૂબ મોટી સિનેમાઈ યાત્રા હજુ બાકી છે અને અમે દર્શકો માટે તેને મોટા પડદે લાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.' 8 જાન્યુઆરી 2027એ રિલીઝ થશે ફિલ્મ નોંધનીય છે કે, પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સે 'મહાકાલી' ફિલ્મ બનાવી છે. આરકે દુગ્ગલ પ્રેઝેન્ટ અને આરકેડી સ્ટૂડિયોઝના બેનર હેઠશ રિવાજ દુગ્ગલએ બનાવેલી 'મહાકાલી'ને પૂજા અપર્ણા કોલ્લૂરુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સાથે ભૂમિ શેટ્ટી, શ્રિયા રેડ્ડી, રોહિત સરાફ સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. 'મહાકાલી' ફિલ્મ 8 જાન્યુઆરી 2027ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    डॉक्टर से मारपीट का मामला : थप्पड़ मारे, कॉलर पकड़ा... आखिर हो रही हैं ऐसी घटनाएं, Doctors के साथ कैसे कम्युनिकेशन करें बेहतर
    Next Article
    ગોધરા રાયોટિંગ કેસમાં 3 વોન્ટેડ આરોપી ઝડપાયા:પંચમહાલ-ગોધરા SOG પોલીસે અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment