Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથની 3 હોટલના સંચાલકો સામે ગુનો નોંધાયો:પથીક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરવા બદલ SOGની કાર્યવાહી

    1 day ago

    ગીર સોમનાથ પોલીસે યાત્રાધામ સોમનાથ અને સાસણ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પથીક સોફ્ટવેરમાં મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત બનાવી છે. આ જાહેરનામાના કડક અમલ હેઠળ, મુસાફરોની વિગતો નોંધવામાં બેદરકારી દાખવનાર ત્રણ હોટલ અને ગેસ્ટહાઉસના માલિકો તથા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG દ્વારા 11 અને 12 જુલાઈના રોજ હોટલ, રિસોર્ટ અને ગેસ્ટહાઉસોમાં કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અનેક સ્થળોએ મુસાફરોની માહિતી પથીક સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવી ન હોવાનું જણાયું હતું. આ કાર્યવાહીમાં વેરાવળના રામરાખ ચોક સ્થિત જોશી હોટલના સંચાલક સબીર મલેક, રામવાડી ગેસ્ટ હાઉસના સંચાલક મનીષ કામળીયા અને ઉનાની ભગવતી ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ બાંભણિયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હોટલ અને ગેસ્ટહાઉસમાં આવતા પ્રવાસીઓના આધાર પુરાવા, વાહન સહિતની જરૂરી વિગતો પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધાવવી ફરજિયાત છે. આ માહિતી સુરક્ષા એજન્સીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આ સમગ્ર કામગીરી SOG ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. કાગડા, પીએસઆઈ આર.એચ. સુવા અને SOGની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોને જાહેરનામાનું પાલન કરવા ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘Do we have to go to Trump?’: Omar Abdullah says time for ‘new method’ in push for J&K statehood
    Next Article
    સોમનાથમાં ગુમ 3 વર્ષનો બાળક ગણતરીના કલાકોમાં મળ્યો:પોલીસે નેત્રમ CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી શોધી કાઢ્યો, યુપીનો પરિવાર દર્શને આવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment