Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્ટોડિયામાં ટ્રાવેલ્સકર્મી પર છરાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો:'તારા શેઠે મારી સામે ફરિયાદ કરી છે, હવે તને જીવતો નથી છોડવાનો', ફરિયાદ નોંધાઈ

    4 days ago

    અમદાવાદના આસ્ટોડિયા ખાતે પોલીસ ફરિયાદની અદાવતમાં શખ્સે ટ્રાવેલ્સકર્મીને છરાના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શેઠે શખ્સ સામે પોલીસ ફરિયાદ કર્યાની અદાવતમાં નિર્દોષ કર્મી પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ટ્રાવેલ્સકર્મીએ શખ્સ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 'તારા શેઠે મારી સામે ફરિયાદ કરી છે, હવે તને જીવતો નથી છોડવાનો' આસ્ટોડિયામાં રહેતા તૌફિક દેવગઢવાળા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરે છે. ગત 22 ઓગસ્ટે તેઓ ઓફિસે હાજર હતા ત્યારે શેઠ ફારૂકભાઈની બીજી ઓફીસ ગુરુકૃપા ડાઇનિંગ હોલની બાજુમાં છે, ત્યાં કારીગર મંજુર ધલ્લાવાળાને દાણીલીમડાના શરીફખાન પઠાણ સાથે ઝઘડો થયો હતો. જેથી શેઠ ફારૂકભાઈએ શરીફખાન સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેની અદાવતમાં શરીફખાન છરો લઈને રાત્રે ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી તૌફિકને કહ્યું 'તારા શેઠે મારી સામે ફરિયાદ કરી છે હવે તમને જીવતા નથી છોડવાના' કહીને છરાના તૌફિકને ચાર ઘા મારીને લોહીલુહાણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. મારી નાખવાની ધમકી આપી નાસી ગયો બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થતા શરીફખાન જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે યુવકે શરીફખાન સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સદાશિવ મહાદેવ મંદિરે અર્ધનારેશ્વર સ્વરૂપે ભોળાનાથનો શણગાર:શ્રાવણ માસમાં ફૂલોથી સજાવટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
    Next Article
    Chaitar Vasava High Court Bail Rejected |ચૈતર વસાવાને મોટો ઝટકો: હાઈકોર્ટે જામીન અરજી ફગાવી |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment