Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદાશિવ મહાદેવ મંદિરે અર્ધનારેશ્વર સ્વરૂપે ભોળાનાથનો શણગાર:શ્રાવણ માસમાં ફૂલોથી સજાવટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

    4 days ago

    ભાડજ સુપરસિટીના સદાશિવ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરના મુખ્ય પૂજારી ઓમ પ્રકાશજીએ જણાવ્યું હતું કે, આજે ભોળાનાથને અર્ધનારેશ્વર સ્વરૂપે ફૂલોનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ભક્તિભાવની અનુભૂતિ કરી હતી. શ્રાવણ માસ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી એએમટીએસના શ્રાવણ પ્રવાસ અંતર્ગત બહેનો પણ સદાશિવ મહાદેવ મંદિરે દર્શન માટે આવી રહી છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંદિરની એક વિશેષતા એ પણ છે કે અહીં દર્શન માટે આવતા ભક્તોના બાળકો મંદિરના વિશાળ બગીચા તેમજ વિવિધ રાઇડ્સમાં ખેલકૂદ કરી આનંદ માણે છે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં પ્રકૃતિના વિવિધ રહસ્યો અને તેના મહત્વને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. સાંજના સમયે કર્ણપ્રિય સંગીત સાથે યોજાતી દિવ્ય આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે. પવિત્ર શ્રાવણ માસ આગળ વધતા સદાશિવ મહાદેવ મંદિરે શિવભક્તો અને દર્શનાર્થીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્મામાં રક્ષારથનું સ્વાગત, વિદ્યાર્થીઓએ જવાનો માટે રાખડીઓ અર્પણ કરી:શિરડીથી કચ્છ જઈ રહેલા રથ પર પુષ્પવર્ષા સાથે દેશભક્તિના નારા
    Next Article
    આસ્ટોડિયામાં ટ્રાવેલ્સકર્મી પર છરાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો:'તારા શેઠે મારી સામે ફરિયાદ કરી છે, હવે તને જીવતો નથી છોડવાનો', ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment