Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના બીજા સોમવારે ભોળેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર:જામનગરથી અનેક શિવભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચ્યા, ઠેર-ઠેર સેવા કેમ્પ, ઢોલ-નગારાથી સ્વાગત

    9 hours ago

    શ્રાવણ માસના બીજા સોમવારે જામનગરથી 30 કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ગજણા ગામે આવેલા પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તો માટે જામનગર-ભોળેશ્વર માર્ગ પર અનેક સેવાકીય કેમ્પોનું આયોજન કરાયું છે. જામનગરથી 9 કિલોમીટર અને ભોળેશ્વરથી 15 કિલોમીટર દૂર સરદાર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ (જીઆઇડીસી) વિસ્તાર પાસે મધ્યવર્તી સ્થળે કેમ્પ યોજી યાત્રીઓને વિરામ અને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. કેમ્પના આયોજક ભાવેશ ઉર્ફે બાદશાહભાઈ ગાગીયા (મહાદેવ હર મિત્ર મંડળ) એ જણાવ્યું હતું કે, પદયાત્રીઓ માટે ફરાળ, નાસ્તો, ચા-પાણી, ફ્રૂટ અને દેશી ઢોસા સહિત ગરમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ 5,000 યાત્રાળુઓ આવતા હતા, જે હવે 10,000 કે તેથી વધુ થઈ ગયા છે. સેવાકીય કેમ્પમાં પદયાત્રીઓનું ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. સમગ્ર પંથક 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. જામનગર જિલ્લાના અનેક શિવ મંદિરો પૈકી ગજણા ગામનું ભોળેશ્વર મહાદેવ મંદિર 451 વર્ષથી વધુ પ્રાચીન છે. આ મંદિર ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ કિનારે આવેલું છે. લોકવાયકા મુજબ, સંવત 1645માં અહીં શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. ગામના સુથારની ગાય દરરોજ ધણથી અલગ પડીને એક રાફડા પર દૂધ વરસાવતી હતી. ગોવાળને સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન આપી આ જગ્યા બતાવતાં ખોદકામ દરમિયાન સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. શ્રાવણના પવિત્ર સોમવારે ભક્તોએ ભોળેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી, જળાભિષેક, પૂજા-અર્ચના અને મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ રોટરી ક્લબ દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો:દિવ્યેશ સોઢાએ ક્લબના ઉદ્દેશ્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી
    Next Article
    Hyderabad Techie Creates Fake Instagram Profile, Harasses Woman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment