Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રોટરી ક્લબ દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો:દિવ્યેશ સોઢાએ ક્લબના ઉદ્દેશ્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી

    9 hours ago

    રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા ક્લબના નવા અને જૂના સભ્યો માટે વિશેષ 'ઓરિએન્ટેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ 3060ના આસિસ્ટન્ટ ગવર્નર અને રોટરી ક્લબ ઓફ પોરબંદરના સભ્ય રોટેરિયન દિવ્યેશ સોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, રોટેરિયન દિવ્યેશ સોઢાએ રોટરી ક્લબના ઉદ્દેશ્યો, તેની સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ અને રોટરી ચળવળ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોટરી ક્લબ માત્ર સામાજિક સેવાઓ જ નહીં, પરંતુ તેના સભ્યોના વ્યક્તિગત વિકાસ, સામાજિક જીવન અને વ્યાપારિક સંબંધો (Business Networking) માટે પણ અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થાય છે. આ સફળ આયોજન બદલ રોટેરિયન દિવ્યેશ સોઢાએ રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ રાજેશભાઈ જેસ્વાલ, સેક્રેટરી રવિ સામાણી, ભૂતપૂર્વ પ્રમુખો ગીરીશ ઠક્કર, ભરતભાઈ શાહ, મનસુખભાઈ સિયાણી, કિશનભાઈ ફોફંડી સહિત સમગ્ર ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ક્લબ ભવિષ્યમાં પણ વેરાવળ શહેર અને સમાજ માટે આવા જ પ્રભાવશાળી અને સેવાકીય કાર્યો કરતી રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું, અને રોટરી ક્લબ ઓફ વેરાવળના સભ્યોએ તેને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગણેશજીની એક ઝલક જોવામાં મચી અફરાતફરી:રસ્તા પર ચંપલો જ ચંપલો, ધક્કામૂકીમાં મહિલા દબાઈ, અનેકને ગભરામણ; બાળકને ભેંટી માતા રડી પડી
    Next Article
    શ્રાવણના બીજા સોમવારે ભોળેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર:જામનગરથી અનેક શિવભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચ્યા, ઠેર-ઠેર સેવા કેમ્પ, ઢોલ-નગારાથી સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment