Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં વિશેષ પૂજા:ભક્તોએ શિવજીને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી અભિષેક કર્યો

    8 hours ago

    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તોએ ભગવાન શિવની પૂજા-અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. આ દિવસે શિવજીને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરીને અભિષેક કરવામાં આવ્યો હતો. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી (શણગાર) પણ કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. પાટણ શહેરમાં સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકર્ણેશ્વર મહાદેવ, મહર્ષિકાંત મલ્હારે મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત, માલસુદ ગામે આવેલા મુગેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવભક્તોએ ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી હતી. સમગ્ર શિવાલયોમાં 'હર હર ભોળાનાથ' અને 'ઓમ નમઃ શિવાય'ના નાદ ગુંજી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ:રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ, આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
    Next Article
    સુરતમાં ગણેશજીની એક ઝલક જોવામાં મચી અફરાતફરી:રસ્તા પર ચંપલો જ ચંપલો, ધક્કામૂકીમાં મહિલા દબાઈ, અનેકને ગભરામણ; બાળકને ભેંટી માતા રડી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment