Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ:રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ, આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

    7 hours ago

    હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય છે. આ સિસ્ટમોના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જોકે, આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ બની રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 4 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વચ્ચે ભારે વરસાદથી હાલ રાહત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
    Click here to Read More
    Previous Article
    The cost of India’s AI data centre boom
    Next Article
    પાટણમાં શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં વિશેષ પૂજા:ભક્તોએ શિવજીને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી અભિષેક કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment