Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ માર્કેટિંગ:"હું યાર્ડનો કિંગ છું' કહી વેપારીઓ પાસેથી મફતના માલ લેતા બે ભાઈઓ સામે અંતે ફરિયાદ, અટક થઇ

    23 hours ago

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અર્જુનસિંહ પ્રતિપસિંહ રાઠોડે મહમદ ભદર ઈમાની અને યુનુષ ભદર ઈમાની નામના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બંને ભાઈઓ અવારનવાર યાર્ડમાં દાદાગીરી કરી બળજબરીથી શાકભાજી લઈ જતા અને નાણાં ચૂકવતા નહોતા. જૂન 2026માં આ આરોપીઓએ 9 હજાર ની કિંમતની વટાણાની ગુણો પાઈપ બતાવીને લૂંટી લીધી હતી. ત્યારબાદ તા.20-8 ના રોજ શાકભાજીના નાણાં માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડનો પાઈપ લઈને મારવા દોડ્યો હતો. ત્યારબાદ 22-8 ના રોજના રાત્રે તેમજ સવારે દશ વાગ્યાના અરસામાં બંને ભાઈઓ હાથમાં લોખંડનો પાઈપ લઈને અર્જુનસિંહની દુકાન પાસે આટા મારતા હતા અને "તું ક્યાં સુધી બહાર નથી આવતો, આજે તો તને જોઈ લઈએ" તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આરોપીઓ માર્કેટિંગ યાર્ડમાં સતત દાદાગીરી કરી અન્ય વેપારીઓ પાસેથી પણ ધાક-ધમકીથી શાકભાજી લઈ જતા હતા અને નાણાં આપતા નહોતા. આરોપીઓ ઝઘડા અને મારામારી પર ઉતરી આવતા હોવાથી કોઈ એકલો વેપારી ફરિયાદ કરવાની હિંમત કરતો નહોતો.આખરે કંટાળીને અર્જુનસિંહ તથા તેમના ભાગીદાર દિનેશભાઈ બોરડ સાથે અન્ય વેપારીઓ દેવાંગભાઈ કયાડા, હરેશભાઈ ઠુમ્મર, કૈલાશભાઈ કયાડા, નિલેશભાઈ કુંભાણી, દિનેશભાઈ જયસાંનાથ, લખનભાઈ અછડા અને મહેશભાઈ ભુટાણી સહિતના અગ્રણીઓ ભેગા થઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બંને ભાઈઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ એ .બી .ચૌધરી અને પીએસઆઇ વાય. એન.સોલંકીએ તાત્કાલિક બંને ભાઈઓને પકડી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના કાર ડિલરોની ગાંધીનગરમાં બેઠક મળશે‎:જૂની ગાડીઓ વેચાઇ પણ નામ ટ્રાન્સફરનું કામ દોઢ માસથી બંધ
    Next Article
    વેપારીનું ક્રેડિટ કાર્ડ લઈ , કાર્ડ સ્વાઇપ કરી , કર્મચારી:શિવ ફર્નિચરના માલિકનું પેટીએમ મશીન લઈ રૂપિયા 1.97 લાખ સ્વાઈપ કરી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment