Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનોને નવી પાર્કિંગ જગ્યા મળશે‎:અરવિંદ બાગની પડતર જગ્યામાં હવે વેન્ડિંગ ઝોન અને પાર્કિંગ તૈયાર કરાશે

    19 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા અરવિંદ બાગને સુશોભન સાથે નવા રૂપ-રંગમાં વિકસાવાઇ રહ્યો છે. જોકે, બગીચામાં અગાઉ જે આગળના ભાગમાં સુશોભન કરાયું હતું, તે ભાગને જ નયનરમ્ય પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવાઇ રહ્યો છે. જ્યારે બગીચાનો વર્ષોથી ઉજ્જડ અને વેરાન પડેલો અડધો ભાગ વેન્ડિંગ ઝોન અને પાર્કિંગ માટે વિકસાવાશે. શહેરમાં જિલ્લા પંચાયત સામે, મોઢેરા સર્કલ, રાધનપુર રોડ પર પાંજરાપોળ નજીક, કાશી વિશ્વનાથ મંદિર સામે અને ત્યાર બાદ હવે અરવિંદ બાગની પડતર જગ્યામાં વેન્ડિંગ ઝોન આકાર પામશે. શહેરના મુખ્ય રસ્તાઓ પર શાકભાજી સહિતના લારી બજારનું ભારણ હળવું થાય અને લારીધારકોને નજીકમાં જ સુનિયોજિત વેન્ડિંગ ઝોન મળી રહે તે માટે એક પછી એક સ્થળે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઇ રહી છે. જેના કારણે રોડ સાઈડ પર થતા ટ્રાફિકના અવરોધમાં પણ ઘટાડો થઈ શકશે. મહાનગરપાલિકા દ્વારા અરવિંદ બાગમાં વેન્ડિંગ ઝોન વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજાર વિસ્તારમાં ફેરી કરતા વેપારીઓને અહીં સમાવી શકાય તે માટે લારીધારકોને વેન્ડિંગ ઝોનમાં જગ્યા ફાળવવામાં આવશે. જ્યારે એક ભાગમાં વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા કરાશે. આ બંને સુવિધાઓ સાકાર કરવા માટે મનપા દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલ સામે આવેલા બગીચાના વર્ષોથી બિનઉપયોગી અને ઉજ્જડ પડેલા ભાગમાં સફાઈ કરીને જગ્યા સમતલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લોયાધામમાં ચાર્તુમાસ ભક્તિપર્વ, મહામંત્ર યજ્ઞ અખંડ ચાલુ:ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી જનકલ્યાણાર્થે છેલ્લા 10 મહિનાથી યજ્ઞ
    Next Article
    Ex-US Police Officer Dies While Serving Sentence For Killing Black Woman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment