Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં ધો-10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંક્યો:માસૂમનો કાનનો પડદો ફાટી જતાં ઓપરેશનની નોબત, પિતાએ સ્કૂલ પાસેથી ઓન-રેકોર્ડ લેખિત જવાબદારી માંગી

    21 hours ago

    શિક્ષાના ધામ ગણાતી શાળાઓમાં બાળકો સાથે અમાનવીય વર્તનની વધુ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી છે. નિકોલમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને શાળાના જ એક શિક્ષકે કારણ વગર એટલો જોરદાર લાફો ઝીંકી દીધો હતો કે, વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. આ લાફાને કારણે વિદ્યાર્થીના ડાબા કાનમાં લોહી અને સોજો આવી જતાં તેને સંભળાવાનું બંધ થઈ ગયું છે અને ભવિષ્યમાં ઓપરેશન કરાવવું પડે એવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ મામલે બાળકના પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પીટીના પિરિયડમાં ગ્રાઉન્ડમાં બેઠેલા નીજ પર શિક્ષક તૂટી પડ્યા મળતી વિગતો અનુસાર, ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નીરવ (નામ બદલ્યું છે) પીટી (PT) ના પિરિયડ દરમિયાન શાળાના ગ્રાઉન્ડમાં અન્ય મિત્રો સાથે બેઠો હતો. આ સમયે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ ત્યાં સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન, ત્યાં આવી પહોંચેલા ઇંગ્લિશ મીડિયમના શિક્ષક લક્ષ્મણ સરે કોઈપણ કારણ વગર અચાનક નીજને ઊભો કરી દીધો હતો અને તેના ગાલ પર એક સણસણતો તમાચો મારી દીધો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, નીજ પોતે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે અને તેને આ શિક્ષક સાથે કોઈ લેવાદેવા કે ઓળખાણ પણ નહોતી. "તમારા દીકરાને ઘરે લઈ જાવ..." કહી શાળાએ હાથ અધ્ધર કર્યા આ ઘટના બાદ સવારે વિદ્યાર્થીના પિતા રમેશભાઈ પર શાળામાંથી ફોન આવ્યો હતો કે, "તમારા દીકરાને લાફો વાગવાથી તે રડી રહ્યો છે, માટે તેને ઘરે લઈ જાવ." રમેશભાઈ અને તેમના પત્ની જ્યારે તાબડતોડ શાળાએ પહોંચ્યા ત્યારે નીજની હાલત અત્યંત ખરાબ હતી અને તેને ડાબા કાને સંભળાતું તદ્દન બંધ થઈ ગયું હતું. પરિવાર બાળકને તાત્કાલિક ઈએનટી (ENT - કાન, નાક, ગળાના) સર્જન પાસે લઈ ગયો હતો, જ્યાં તબીબી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, જોરદાર લાફાના કારણે નીજના ડાબા કાનનો પડદો ગંભીર રીતે ડેમેજ થઈ ગયો છે અને તેમાં કાણું પડી ગયું છે. કાનની અંદર લોહી અને સોજો આવી ગયા હોવાથી તબીબોએ તેને અઠવાડિયાથી 10 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. જો આ સમયગાળામાં રિકવરી નહીં આવે તો કાનનું મોટું ઓપરેશન કરાવવું પડશે એવી તબીબોએ આશંકા વ્યક્ત કરી છે. ટ્રસ્ટીઓ અને શિક્ષકે ભૂલ સ્વીકારી, પિતાએ લેખિત જવાબદારી માંગી આ ઘટનાને પગલે આજે સોમવારે સવારે વાલી અને શાળાના ટ્રસ્ટી મંડળ વચ્ચે એક કટોકટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓ તેમજ લાફો મારનાર શિક્ષક લક્ષ્મણ સરે પોતાની ગંભીર ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, પિતા રમેશભાઈએ સ્કૂલ વહીવટીતંત્ર સામે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, ભલે શાળા પરિવાર તેમની સાથે હોવાનો દાવો કરતો હોય, પરંતુ કોઈ પણ બાળકના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડાં ચલાવી શકાય નહીં. તેમણે લેખિતમાં માંગણી કરી છે કે, ભવિષ્યમાં નીજના કાનને લગતી કોઈ પણ તકલીફ કે બહેરાશ ઊભી થશે, તો તેની સંપૂર્ણ તબીબી અને આર્થિક જવાબદારી શાળા વહીવટીતંત્ર તથા સંબંધિત શિક્ષકની રહેશે. આ સાથે જ તેમણે જવાબદાર શિક્ષક સામે કાનૂની રાહે લડત શરૂ કરી છે. કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં કાયદેસરની 'નોન-કોગ્નિઝેબલ' (NC) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપી શિક્ષક વિરૂદ્ધ જરૂરી અટકાયતી પગલાં પણ લીધા છે. કાયદાના નિયમો અને ધારાધોરણો મુજબ આ મામલે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. રાજકોટમાં ચાલુ ક્લાસે કુરકુરે ખાતા વિદ્યાર્થીને શિક્ષકે બેરહેમીથી ફટકાર્યો રાજકોટના હરિઘવા રોડ પરના પટેલ ક્લાસિસના સંચાલક એવા શિક્ષક તુષાર રાયચુરાએ ચાલુ ક્લાસમાં કુરકુરે ખાતા ધોરણ 10ના વિદ્યાર્થીને લાફા મારી પાઇપથી ફટકાર્યો હતો.જેને કારણે વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે માર મારનાર શિક્ષકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અશિસ્તમાં હતો એટલે માર્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    10માં ધોરણના વિદ્યાર્થી પર શિક્ષકનો અત્યાચાર:બાળકના કાનનો પડદો ફાટી ગયો, 2 જુલાઈથી પડશે ધોધમાર વરસાદ, 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા
    Next Article
    વાગડીયામાં 3 વાજબી ભાવની દુકાનોમાં 50 કટ્ટા જથ્થાની ગેરરીતિ:સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી, કૂપન-પ્રિન્ટરનો અભાવ, નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસમાં ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment