Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટ આવતીકાલથી:ગિલ પાસે 3 હજાર રન અને 50 છગ્ગા પૂરા કરવાની તક, સારાંશ જૈન ડેબ્યૂ કરી શકે છે

    1 week ago

    ભારત આવતીકાલે (23 ઓગસ્ટ) થી ઘરની બહાર 300મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. કોલંબોમાં શ્રીલંકા સામે રમાનારી આ મેચ જીતીને ભારત સૌથી વધુ જીતના મામલે વેસ્ટ ઈન્ડિઝને પાછળ ધકેલી દેશે. હાલ બંને પાસે 187-187 જીત છે. ભારતીય ટીમે ગૉલમાં પોતાની 600મી ટેસ્ટ મેચ રમી હતી. તેણે 165 રનની જીત મેળવીને 2 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન સાયકલમાં 53.33% પોઈન્ટ્સ સાથે 5મા સ્થાને છે. વિદેશી પિચો પર ભારત માત્ર 21% મેચ જ જીતી શક્યું છે ભારતે ઘરમાં અને ઘરની બહાર સરખી મેચો રમી છે. પરંતુ, બંનેમાં પ્રદર્શનમાં ઘણો ફરક છે. ટીમે ઘરેલુ મેદાનો પર 41% મેચ જીતી છે. જ્યારે, વિદેશી મેદાનો પર 21% મેચ જ જીતી છે. ઓવરઓલ મેચોમાં ભારતનો સક્સેસ રેટ 31% છે. કુલદીપના રમવા પર સસ્પેન્સ, સારાંશનું ડેબ્યૂ સંભવ કુલદીપ યાદવના બીજી ટેસ્ટમાં રમવા પર સસ્પેન્સ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને પ્લેઇંગ-11માંથી બહાર કરી શકાય છે. તેની જગ્યાએ સારાંશ જૈનને તક આપવામાં આવશે. ગૉલ ટેસ્ટમાં કુલદીપે 25 ઓવર બોલિંગ કરી હતી. તેને માત્ર એક વિકેટ મળી. જોકે, સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતેલેએ તેનો બચાવ કર્યો છે. તેમણે શુક્રવારે પ્રી-મેચ કોન્ફરન્સમાં કહ્યું- તેણે (કુલદીપ) ગૉલમાં સારી બોલિંગ કરી. મેચની જરૂરિયાત મુજબ તેને પોતાની ભૂમિકા બદલવી પડી. મેચમાં ખાસ સિંહલીની પિચમાં પહેલા બેટિંગ ફાયદાકારક રહેશે કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડની પિચ બેટ્સમેન અને બોલરો માટે બેલેન્સ છે. શરૂઆતના દિવસોમાં બોલ બેટ પર સારી રીતે આવે છે, જેનાથી મોટો સ્કોર બનાવવો સરળ બને છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પિચ સુકાવા લાગે છે. આનાથી સ્પિનરોને સારો ટર્ન, ગ્રિપ અને ઉછાળ મળે છે. અહીં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી સારો વિકલ્પ છે. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર, સારાંશ જૈન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ. શ્રીલંકા: લાહિરુ ઉદારા, નિશાન ફર્નાન્ડો, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજય ડીસિલ્વા (કેપ્ટન), નિરોશન ડિકવેલા (વિકેટકીપર), સોનલ દિનુષા, કેશરા નુવાનથા, પ્રભાત જયસૂર્યા, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમારા.
    Click here to Read More
    Previous Article
    Gujarat Congress News | ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના એંધાણ | Gujarati Samachar | News18
    Next Article
    લેન્ડિંગ દરમિયાન પ્લેનની ટેલ જમીન સાથે અથડાઈ:ગોરખપુરમાં પાયલટે બીજા પ્રયત્નમાં પ્લેનને નીચે ઉતાર્યું, ઇન્ડિગો ફ્લાઇટમાં 178 લોકો સવાર હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment