Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જો સંબંધ આવો હોય તો તોડી જ દેવો જોઈએ’:મહારાષ્ટ્ર પહાડ દુર્ઘટના પહેલાં માતાની પોસ્ટ, દાવો- આઇફોન માટે પહાડી પરથી કૂદ્યો હતો દીકરો

    एक दिन पहले

    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે શુક્રવારે લગભગ 250 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં મુરલીધર ચાંદગુડે (48 વર્ષ), સંગીતા ચાંદગુડે (42 વર્ષ) અને તેમનો પુત્ર કુણાલ ચાંદગુડે (18 વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પુત્રએ iPhone તો ખરીદી લીધો હતો, પરંતુ તે તેની EMI ચૂકવી શકતો ન હતો. EMI ચૂકવવા માટે તે પરિવાર પાસેથી પૈસા માંગી રહ્યો હતો. આ બાબતે તેની તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી. અહીંથી જ આ દર્દનાક ઘટનાની શરૂઆત થઈ. આ પછી કુણાલ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો અને ખવડ્યા પહાડ પર ચઢી ગયો હતો. આ દુર્ઘટનાના માત્ર એક દિવસ પહેલા સંગીતાએ પોતાની YouTube ચેનલ પર સંબંધો અને પ્રેમની અગત્યતા વિશે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે- જે વ્યક્તિ પ્રેમને મહત્વ નથી આપતો, તેના માટે કંઈ પણ કરવાનો કોઈ અર્થ નથી. એક રોટલી ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે તે બંને બાજુથી શેકાઈ જાય: સંગીતા મરાઠી ભાષામાં બનાવેલા એક મિનિટના વીડિયોમાં સંગીતાએ કહ્યું હતું- પોતાનું ભાગ્ય એ જ વ્યક્તિને સોંપવા માટે તૈયાર રહો, જે તમારા પ્રેમનું સન્માન કરતો હોય. જો કોઈ વ્યક્તિ તમારું સન્માન કરતો નથી, તમારા પ્રેમનું સન્માન કરતો નથી, અથવા તમારા દ્વારા તેમના માટે કરવામાં આવેલા કાર્યોનું સન્માન કરતો નથી, તો આવા વ્યક્તિ માટે કંઈ પણ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું- એક રોટલી ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે તે બંને બાજુથી શેકાઈ જાય. સંબંધોના મામલે પણ આ જ વાત લાગુ પડે છે. જો બંને તરફથી સારો વ્યવહાર હોય, બંને જ સંબંધને મહત્વ આપતા હોય, તો આવા સંબંધમાં ટકી રહો. જો એક વ્યક્તિ સંબંધને મહત્વ આપે છે અને બીજો નહીં, તો આવા સંબંધનો કોઈ અર્થ નથી. આવા સંબંધમાંથી બહાર નીકળી જવું હંમેશા સારું હોય છે. સંગીતાના યુટ્યુબ પર 29,000થી વધુ ફોલોઅર્સ હતા, તેમણે પોતાની ચેનલ પર ઘણા મોટિવેશનલ વીડિયો પોસ્ટ કર્યા હતા. તેમણે પોતાના પુત્ર સાથે ઘણા નાના બ્લોગ પણ પોસ્ટ કર્યા હતા. હવે સમગ્ર ઘટનાક્રમને 4 ફોટોઝમાં સમજો... પહાડીના કિનારે 4 કલાક સુધી ઊભો રહ્યો હતો કુણાલ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને ગામના પૂર્વ સરપંચ સંજયે જણાવ્યું- કુણાલ સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પહાડની ઊંચી ખડક પર ઊભો રહ્યો. વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો. પિતા મનાવી રહ્યા હતા, તેની માતા પણ સતત રડતા રડતા દીકરાને નીચે આવવા વિનંતી કરી રહી હતી, પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. તેમણે જણાવ્યું- મેં પણ તેને સમજાવતા કહ્યું કે તું ભણેલો-ગણેલો છે, આવું પગલું ન ભર, પરંતુ તેના પર કોઈ અસર થઈ નહીં. ચાર વર્ષ પહેલા કુણાલના નાના ભાઈનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે. આ દુર્ઘટના પછી આખો પરિવાર ખતમ થઈ ગયો. કુણાલના પિતા ટેકરીના તે ભાગ સુધી પહોંચ્યા જ્યાં તે ઊભો હતો. તેમણે દીકરાને પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંતુલન બગડતાં બંને ઊંડી ખાઈમાં પડી ગયા. માતા પણ પહાડી પરથી કૂદી પડી
    Click here to Read More
    Previous Article
    'સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું':આનંદીબેન પરના પુસ્તકમાં રાજકીય ધડાકો, BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે
    Next Article
    બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર છલકાયો:વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી; ‘હર હર ભોલે’ના નાદથી મંદિર પરિસર ગુંજ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment