Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું પંત બીજા દિવસે બેટિંગ કરવા ઉતરી શકશે?:ધ્રુવ જુરેલ-સારાંશ જૈન ભારતની ઇનિંગને આજે આગળ વધારશે; પડિકલે સતત બીજી મેચમાં સદી ફટકારી

    12 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 300 રન બનાવ્યા. નંબર-3 પર ઉતરેલા દેવદત્ત પડિકલે સતત બીજી સદી ફટકારી છે. તે 117 રન બનાવીને આઉટ થયો. આ સિવાય કેપ્ટન શુભમન ગિલે 50 રન બનાવ્યા. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 43 રન બનાવ્યા. આજે મેચના બીજા દિવસે ધ્રુવ જુરેલ અને ડેબ્યૂટન્ટ સારાંશ જૈન ઇનિંગને આગળ વધારશે. ભારતીય ટીમની નજર મોટા સ્કોર બનાવવા પર રહેશે. ગઈકાલે વિકેટકીપર બેટર રિષભ પંતને કાંડામાં બોલ વાગતા રિટાયર્ડ હર્ટ થઈને બહાર જવું પડ્યું હતું. જો તેને ઠીક હશે તો તે પણ આજે બેટિંગ કરવા આવી શકે છે. શ્રીલંકા માટે અત્યાર સુધીમાં અસિથા ફર્નાન્ડોએ 3 વિકેટ લીધી. જ્યારે લાહિરુ કુમારા અને કેશરા નુવાંથાને 1-1 વિકેટ મળી. પડિકલની સતત બીજી મેચમાં સદી દેવદત્ત પડિકલે 193 બોલમાં 117 રન ફટકાર્યા. તેની આ ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. તેણે સતત બીજી ટેસ્ટમાં સેન્ચુરી લગાવી. તેણે પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા હતા. ભારતના નંબર-3 બેટર તરીકે સતત બે વિદેશી ટેસ્ટમાં સદી ફટકારનારો છેલ્લો બેટર ચેતેશ્વર પૂજારા હતો. તેણે 2018-19 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આવું કર્યું હતું. પંત રિટાયર્ડ હર્ટ થઈને મેદાનથી બહાર ગયો લાહિરુ કુમારાના બાઉન્સર પર રિષભ પંતના ડાબા હાથની કાંડા પાસે બોલ વાગ્યો. ઈજા પછી મેદાન પર તેની સારવાર કરવામાં આવી અને કાંડા પર ટેપ પણ બાંધવામાં આવી, પણ દુખાવાના કારણે પંતને મેદાન છોડવું પડ્યું. પંત રિટાયર્ડ હર્ટ થયો અને તેની જગ્યાએ જાડેજા બેટિંગ માટે આવ્યો. ગિલ ત્રણ હજાર ટેસ્ટ રન પૂરા કરનારો ચોથો યંગ પ્લેયર શુભમન ગિલ ભારત માટે ટેસ્ટમાં 3,000 રન પૂરા કરનારા સૌથી યુવા બેટર્સની લિસ્ટમાં ચોથા નંબરે છે. તેણે 26 વર્ષ 349 દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ મેળવી છે. જયસ્વાલે શ્રીલંકન બોલરના માથે હેલ્મેટ ભટકાડ્યું મુકાબલાના પહેલા દિવસે મેદાન પર ગરમાગરમી જોવા મળી. તેમાં ભારતીય ઓપનર જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો હતા. જયસ્વાલને બોલ્ડ કર્યા પછી અસિથાએ આક્રમક અંદાજમાં સેલિબ્રેશન કર્યું, જેના કારણે માહોલ ગરમાયો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને વચ્ચે બોડી કોન્ટેક્ટ પણ થયો. આખરે શ્રીલંકન કેપ્ટને બન્નેને છૂટા પાડ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Gavaskar And Kapil Among 21 Ex-Captains Appealing For Imran Khan's Treatment
    Next Article
    તંદુરસ્ત રહેવું છે? તો ચાઈનીઝ કસરત 'તાઈ-ચી' અપનાવો:યોગ, મેડિટેશન અને માર્શલ આર્ટનો ત્રિવેણી સંગમ; જાણો તેના 10 હેલ્થ બેનિફિટ્સ, કોણે ન કરવું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment