Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સ્ટેશને સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ:હવે મેન્યુઅલને બદલે કમ્પ્યુટરથી ટ્રેનોનું સંચાલન, સુરક્ષા અને કાર્યક્ષમતા વધશે

    7 hours ago

    વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સુરક્ષિત અને ઝડપી સંચાલન માટે સિગ્નલિંગ સિસ્ટમનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી વલસાડ ખાતે ટ્રેન વ્યવહાર મેન્યુઅલ (મેકેનિકલ પેનલ) બટન સિસ્ટમ દ્વારા ઓપરેટ થતો હતો. વધતા ટ્રેન વ્યવહાર અને ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખીને, હવે આ જૂની સિસ્ટમને બદલીને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. નવી સિસ્ટમ હેઠળ, સ્ટેશન માસ્ટર અને રેલવે ઓપરેટર્સ સામે મોટા કંટ્રોલ ટેબલને બદલે મોટી કમ્પ્યુટર સ્ક્રીન (વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ) સેટ કરવામાં આવી છે. હવે માઉસના એક ક્લિક વડે સિગ્નલ ક્લિયરન્સ, રૂટ સેટિંગ અને લાઇન ક્લિયર આપવાની કામગીરી સરળતાથી થઈ શકશે. આ સિગ્નલ અપડેટ થવાથી અનેક ફાયદા થશે. ટેકનિકલ ખામીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. જૂની સિસ્ટમમાં સિગ્નલ ફેલિયરના કિસ્સાઓ બનતા હતા, જે નવી સિસ્ટમથી ઘણા ઓછા થઈ જશે. ટ્રેનોના વિલંબમાં પણ ઘટાડો થશે. સિગ્નલ ફેલિયર થાય ત્યારે ખામી શોધવા અને તેને સુધારવામાં 15 થી 30 મિનિટનો સમય વેડફાતો હતો, જેનાથી ટ્રેન વ્યવહાર ખોરવાતો હતો. હવે ડિજિટલ ટ્રેકિંગથી સમયનો બચાવ થશે. સુરક્ષામાં મહત્તમ વધારો થશે. મેકેનિકલમાંથી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ પર શિફ્ટ થવાથી માનવભૂલ (Human Error) ની શક્યતાઓ નહિવત થઈ જશે, જેનાથી રેલવે પ્રવાસ વધુ સુરક્ષિત બનશે. આ કામગીરી દરમિયાન મુસાફરોને માહિતી આપવા માટે એનાઉન્સમેન્ટ, એસએમએસ (SMS) અને સોશિયલ મીડિયા દ્વારા સમયસર સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોડપીર મંદિર પાસે ગેરકાયદે દબાણ સામે આક્રોશ:કલેક્ટર અને DDOને લેખિત-મૌખિક રજૂઆત કરાઈ
    Next Article
    खेती में इतना मुनाफा भी नहीं होता कि पोती को पढ़ा पाऊं.. | Ethanol | Sugar Price Hike | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment