Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેઠાણીના પ્રેમીએ દેરાણીના બિભત્સ ફોટા-વીડિયો વાઇરલ કર્યાં:પતિએ મોબાઈલ જોતા ભાંડો ફૂટ્યો, મણિનગરમાં અને વટવામાં પણ લખન પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    મણિનગરમાં જેઠાણીના પ્રેમીએ દેરાણીના અજાણ્યા શખ્સ સાથેના બિભત્સ ફોટા વોટ્સએપમાં મોકલ્યા હતા. તેમજ રિલ્સ બનાવી અપલોડ કરી બદનામ કરી હતી. પતિએ મોબાઈલ જોતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જેઠાણીના પ્રેમી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્સ્ટાગ્રામમાં બિભત્સ ફોટાની રીલ અપલોડ કરી હતી મણિનગરમાં 26 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં 19 ઓગસ્ટે સાંજે પતિએ પત્નીનો મોબાઈલ જોતા અજાણ્યા નંબર પરથી પત્નીના કોઈ શખ્સ સાથેના બિભત્સ ફોટા વોટ્સએપ પર મોકલ્યા હતા. તેમજ ઇન્સ્ટાગ્રામમાં અજાણ્યા શખ્સ સાથેની બિભત્સ રીલ મોકલી હતી. ઉપરાંત મહિલાની નણંદના ફોટાની પણ બિભત્સ રીલ પણ અપલોડ કરી હતી. બાદમાં પરિવારે તપાસ કરતા જેઠાણી જેની સાથે ભાગી ગઈ હતી તે પ્રેમી લખન પ્રજાપતિએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે આ રીતે અવારનવાર રીલ અપલોડ કરીને હેરાન કરતો હતો. કંટાળીને મહિલાએ લખન સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વટવામાં પણ લખન પ્રજાપતિ સામે ફરિયાદ વટવામાં રહેતા 43 વર્ષીય યુવક ડ્રાઇવિંગ કરે છે. 19 ઓગસ્ટે રાત્રિના સમયે ઘરના સભ્યો બેઠા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. બાદમાં અજાણ્યા શખ્સે યુવક અને તેની પત્નીનો ફોટો મોકલ્યો હતો. યુવકના સાળાની પત્નીનો ફોટો મોકલીને તમે આને ઓળખો છો તેમ પૂછતાં યુવકે હા પાડતા સાળાની પત્નીના અન્ય શખ્સ સાથેના એડિટિંગ કરેલા ફોટાઓ મોકલ્યા હતા. એટલું જ નહીં યુવકની પત્નીના ઈન્સ્ટાગ્રામ અને ફેકબુકમાં રહેલા ફોટાઓ મેળવી તેમાં એડિટિંગ કરી બિભત્સ લખાણ લખીને વાઇરલ કર્યા હતા. બાદમાં શખ્સે યુવકને તમારા સાળાની પત્નીને એકવાર બતાવી દો નહિ તો બીજા આવા ફોટા વાઇરલ કરી દઈશ તેમ મેસેજ કર્યો હતો. તેમજ શખ્સે લખન નામની આઈડી મોકલી હતી તે જોતા પત્નીના અજાણ્યા શખ્સ સાથેના ફોટા અને રીલ હતી. જેથી તપાસ કરતા મણિનગરમાં જે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ તે જ લખન પ્રજાપતિએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી:‘સ્પેશ ક્વિઝ 2026’ અને ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
    Next Article
    India vs Sri Lanka LIVE Score, 2nd Test Day 1 Updates: Devdutt Padikkal Nears Another 100, Shubman Gill Achieves Massive Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment