Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદીબેન પટેલ અમદાવાદથી ટ્રેનમાં વાપી પહોંચ્યા:યુપીના રાજ્યપાલ દમણ મોનસૂન ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

    1 day ago

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શનિવારે વાપી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે આયોજિત વાર્ષિક 'મોનસૂન ફેસ્ટિવલ'માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવ્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં કરી હતી. ટ્રેન વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચતા જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાપી રેલવે સ્ટેશન ખાતે સ્થાનિક પ્રશાસન, પોલીસ કાફલા અને પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ અધિકારીઓનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વાગત બાદ, તેઓ રેલવે સ્ટેશનના લિફ્ટ અને રેમ્પ મારફતે સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટેશન બહાર ઊભેલી પોતાની કાર તરફ રવાના થયા હતા. આનંદીબેન પટેલ વાપીથી સીધા દમણ જવા રવાના થયા હતા. સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા આયોજિત 'મોનસૂન ફેસ્ટિવલ'માં તેઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે. તેમના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને વાપી સ્ટેશનથી દમણ સરહદ સુધી પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીમાં ઘરે બેઠા MBA-MCA કરી શકાશે:ઓનલાઈન કોર્સની ડિમાન્ડ વધતા નવા 4 કોર્સ શરૂ કરવાની તૈયારી, રેગ્યુલર કોર્સમાં 25 જેટલા ઇનોવેટિવ કોર્સ પણ ઉમેરાશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી:‘સ્પેશ ક્વિઝ 2026’ અને ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment