Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી:ગઠિયાએ ચેક આપી માલ ખરીદી લીધો, બેંકમાં જમા કરાવવા જતા બાઉન્સ થયો; ગાડીના ડાઉન પેમેન્ટના નામે પૈસા લઈ કંપનીમાં જમા ન કર્યાં

    10 hours ago

    અમદાવાદમાં લોકો સાથે હવે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી લોકો સાથે ગઠિયાઓ કરતા હોય છે જેમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની 6 ફરિયાદ નોંધાઈ છે. વિરાગ પટેલ નામના વ્યક્તિએ ઈન્ડિયામાર્ટ અને બોગસ કંપનીઓના નામે 4 વેપારીઓને નિશાન બનાવ્યા છે, જ્યારે અન્ય 2 કિસ્સામાં રોકાણના નામે 1.32 કરોડની અને શો-રૂમમાં કારના ડાઉન પેમેન્ટ પેટે 3,56,820 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 1: સિમેન્ટના બિઝનેસમાં રોકાણના નામે છેતરપિંડી શહેરના ઉસ્માનપુરાની મહિલા વેપારી દર્શનાબેન પટેલ સાથે સિમેન્ટના બિઝનેસમાં 2.5 ટકા વળતરની લાલચ આપી સેટેલાઇટના પ્રતિક કેજરીવાલ અને તેમની પત્ની હેમલત્તા કેજરીવાલે ₹ 2.78 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. આરોપી દંપતીએ ₹1.46 કરોડ પરત કર્યા બાદ બાકી ₹1.32 કરોડની મૂળ રકમ તથા નફો આપવાની ના પાડી દીધી અને છેલ્લા પાંચ મહિનાથી ફોન પણ બંધ કરી દીધા હતા. કાનૂની નોટિસનો જવાબ ન મળતા દર્શનાબેને દંપતી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. કિસ્સો 2:બ્લેન્ક ચેક આપી માલ ખરીદ્યો, બેંકમાં ચેક બાઉન્સ થયો માધવપુરામાં બૂટ-ચપ્પલના વેપારી સાથે ₹1.80 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ કરાઈ છે. શાહીબાગના સુમેલ-11માં કે.આર.બી. ફૂટવેર પ્રા.લિ.ના એમડી કરણભાઈ ભગતની ફરિયાદ મુજબ ખોડિયાર એન્ટરપ્રાઇઝના વિરાગભાઈ પટેલે 402 લેડીઝ અને 122 જેન્ટ્સ બૂટ-ચપ્પલનો ઓર્ડર આપી બે સહી કરેલા બ્લેન્ક ચેકના આધારે ₹ 1,80,275નો માલ લઈ લીધો હતો. જોકે, બેંકમાં ચેક જમા કરાવતા બંને બાઉન્સ થતાં અને વારંવાર ઉઘરાણી છતાં નાણાં ન ચૂકવતા વેપારીએ માધવપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કિસ્સો 3: 22.93 લાખનો માલ મંગાવ્યો અને પૈસા ન આપ્યા ચાંદખેડામાં ઈન્ડિયામાર્ટ એપ પર વેપારી તરીકે ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બોડકદેવમાં રહેતા વિરાગ પટેલે રકનપુરની પોપ્યુલર ઓટોટેક બેટરીઝના માલિક કિંચિત ગડિયા પાસેથી 250 ઈન્વર્ટર બેટરીનો ઓર્ડર આપી 5 મે 2022ના રોજ 226 બેટરીનો ₹ 22.93 લાખનો માલ મંગાવ્યો હતો. ચૂકવણી માટે આપેલો ઇન્ડિયન બેંકનો ચેક ઓછા બેલેન્સના કારણે બાઉન્સ થતાં વિરાગે પૈસા ચૂકવવાના બદલે ખોટા વાયદા કર્યા અને બાદમાં ફોન બંધ કરી ઓફિસ તથા ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વેપારીએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કિસ્સો 4:ડંકી પ્રોજેક્ટની સાઇટ હોવાનું કહી ઓર્ડર કર્યો હતો ચાંદખેડામાં બીજી ફરિયાદ મુજબ ઈન્ડિયા માર્ટ એપથી કોન્ટેક્ટમાં આવેલા રૂપેશ પ્રજાપતિ અને વિરાગ પટેલે દાહોદમાં ડંકી પ્રોજેક્ટની સાઇટ હોવાનું કહી 50 બોક્સ કિચન હાર્ડવેરનો ઓર્ડર આપ્યો હતો. બાકી પેમેન્ટના વિશ્વાસે વેપારી પ્રેરક મોદીએ ટુકડે-ટુકડે ₹ 12,20,474નો માલ મોકલ્યો હતો, જેના બદલામાં અપાયેલો રૂપિયા 8,78,038નો ચેક બાઉન્સ થયો હતો. બાદમાં વધુ સામાન મંગાવી RTGSથી પેમેન્ટ કરવાનું કહ્યા બાદ આરોપીઓ ઓફિસ બંધ કરી ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ જતા વેપારીએ બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કિસ્સો 5:ચંપલનો ઓર્ડર કરી પેમેન્ટ માંગતા ગાળો આપી સોલા વિસ્તારમાં દીપક લેધર સેલ્સના વેપારી સુરજભાઈ નાગર સાથે ₹1.79 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી વિરાગભાઈ પટેલે ખોડિયાર એન્ટરપ્રાઈઝના નામે 1,686 જોડી ચંપલનો ઓર્ડર આપી માલ મંગાવી કડી નાગરિક સહકારી બેંકનો ચેક આપ્યો હતો, જે ઓછા બેલેન્સના કારણે બે વખત બાઉન્સ થયો હતો. વેપારીએ પેમેન્ટ માંગતા આરોપીએ ગાળો આપી ધમકી આપી હતી. તપાસ કરતા આરોપીએ આપેલું ઓફિસનું સરનામું પણ બોગસ હોવાનું સામે આવતા સોલા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કિસ્સો 6:ગાડીના ડાઉન પેમેન્ટના નામે લોકોના પૈસા લઈ કંપનીમાં ન આપ્યા અમદાવાદના થલતેજમાં પેલેડિયમ મોલ નજીક પોપ્યુલર વ્હીલર્સ પ્રા.લિ.ના મારુતિ સુઝુકી શો-રૂમમાં કંપનીના જ ટીમ લીડરે પાંચ ગ્રાહક પાસેથી કારના ડાઉન પેમેન્ટના નામે ₹ 3,56,820 રોકડા લઈ કંપનીમાં જમા નહીં કરાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બોપલના આર્યન આવિષ્કારમાં રહેતા અને શો-રૂમમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ મહેશકુમાર વોરાએ 11 મે 2026થી 25 જૂન 2026 દરમિયાન કેવલભાઈ મકવાણા પાસેથી ₹ 1 લાખ, મુકેશભાઈ રાઠોડ પાસેથી ₹ 26,820, જયેશભાઈ પટેલ પાસેથી ₹ 40 હજાર, ગણેશસિંગ સિખારા પાસેથી ₹ 90 હજાર અને વિશાલ લોઢી પાસેથી ₹ 1 લાખ મેળવી આ રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. સમગ્ર મામલે સેલ્સ મેનેજર મુનીશ ઝાકીરભાઈ શેખની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નનકવાડા બ્રિજ વિવાદ, કરોડોના દુર્વ્યયનો આક્ષેપ:ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભૂખ હડતાળને સમર્થન આપ્યું
    Next Article
    'Will Be Like A Tsunami, Split Ukraine': Zelensky Rejects Wartime Elections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment