Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નનકવાડા બ્રિજ વિવાદ, કરોડોના દુર્વ્યયનો આક્ષેપ:ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભૂખ હડતાળને સમર્થન આપ્યું

    9 hours ago

    વલસાડ તાલુકાના નનકવાડા અને વશિયર ગામને જોડતા નવનિર્મિત બ્રિજ અને પ્રોટેક્શન વોલના નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભૂખ હડતાળ યોજવામાં આવી હતી, જેને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા ડો. તુષાર ચૌધરીએ સમર્થન આપ્યું હતું. ડો. ચૌધરીએ ઉપવાસી આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતા અને જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં આ લડાઈ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાથીઓની માંગણી સંપૂર્ણપણે વ્યાજબી છે. જ્યાં કોઈ વસ્તી કે રહેણાંક નથી, ત્યાં માત્ર એક જ વ્યક્તિને ધંધાકીય અને આર્થિક લાભ પહોંચાડવા માટે રૂ. 3 કરોડથી વધુના ખર્ચે બ્રિજ અને રૂ. 90 લાખથી વધુના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. આમ, કુલ 4 કરોડથી વધુનો ખર્ચ એક જ વ્યક્તિના ફાયદા માટે કરાયો છે. ડો. ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી જમીન માટે બ્રિજ બનાવવાની જગ્યાએ સરકારે તે જમીન પહેલા ખાલસા કરવી જોઈતી હતી. તેના બદલે સરકારી નાણાંનો સદંતર દુરુપયોગ કરીને જમીનની કિંમત વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યમાં દારૂબંધીના મુદ્દે બોલતા તુષાર ચૌધરીએ કટાક્ષ કર્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. પોલીસને દારૂ નથી દેખાતો, પરંતુ જેને પીવો છે તેને ઘરબેઠા ડિલિવરી મળી જાય છે. વહીવટી તંત્ર અને પોલીસ બધું જાણવા છતાં મૌન છે. આંદોલન સ્થળે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શું આ રાષ્ટ્રગાનનું અપમાન નથી?:કોંગ્રેસ નેતાનો સવાલ, UP વિધાનસભા અધ્યક્ષે રાષ્ટ્રગાન દરમિયાન અધવચ્ચેથી જ ચાલતી પકડી, વીડિયો વાઇરલ
    Next Article
    વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી:ગઠિયાએ ચેક આપી માલ ખરીદી લીધો, બેંકમાં જમા કરાવવા જતા બાઉન્સ થયો; ગાડીના ડાઉન પેમેન્ટના નામે પૈસા લઈ કંપનીમાં જમા ન કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment