Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:અવાણિયાના શખ્સે આધેડને ધમકી આપી કારના કાચ ફોડ્યા

    15 hours ago

    ભાવનગરના અવાણીયા ગામે પિતા સાથે આધેડ ખેડૂતને થયેલી બોલાચાલીની દાઝ રાખી અવાણિયા ગામના શખ્સે આધેડ ખેડૂતની વાડી નજીક ધોકા સાથે ધસી આવ્યો હતો. જે બાદ આરોપીએ ખેડૂત ની કાર ઉપર ધોકા ફટકારી કાચ ફોડી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયો હતો. જે મામલે આધેડ ખેડૂતે આરોપી વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ભગીરથભાઈ ભટ્ટ તેમની અવાણીયા ગામની વાડી ખાતે હાજર હતા. જે દરમિયાન તેઓ વાડીમાં કુતરાને રોટલા ખવડાવતા હતા ત્યારે આશરે 11 વાગ્યાના અરસામાં હરદેવસિંહ રામદેવસિંહ ગોહિલ હાથમાં લાકડાનો ધોકો લઈને વાડીમાં ઘૂસી આવ્યો હતો. જે બાદ હરદેવસિંહ એ તેમના પિતા રામદેવસિંહ સાથે ભગીરથભાઈ એ કરેલ બોલાચાલીની દાઝ રાખી આરોપીએ ભગીરથભાઈ ની કારના કાચ ફોડી નાખી નુકશાન કર્યું હતું. અને ભગીરથભાઈ ને ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે હરદેવસિંહે કારના કાચ ફોડી નુકસાન કર્યું હતું. ત્યારબાદ તેણે ગાળો આપી છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ બનાવથી ગભરાયેલા ભગીરથભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં 112 પર ફોન કરતાં પોલીસ વાન સ્થળે પહોંચી હતી. જોકે તપાસ દરમિયાન હરદેવસિંહ મળી આવ્યો ન હતો. ઘોઘા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13:મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એકે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, બે દિવસમાં પાંચના મૃત્યુ
    Next Article
    Ashutosh Ranka के Support में Akhilesh Yadav,CJP Jaipur के Rampura Kanwarpura में हुई मारपीट पर बोली

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment