Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારાંશ જૈન આ સદીમાં સૌથી મોટી ઉંમરનો ભારતીય ડેબ્યૂટન્ટ બન્યો:ફટકાબાજી કરવામાં ભારતે પહેલી વિકેટ ગુમાવી, રાહુલ આઉટ; ગિલ-જાડેજા પાસે મેચમાં બે રેકોર્ડ બનાવવાની તક

    6 days ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આજથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડમાં શરૂ થઈ છે. જેમાં ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 45/1 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. 33 વર્ષના સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ કેપ સોંપી છે. સારાંશ આ સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનારો સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો. આ પહેલાં માર્ચ 2001માં સમીર દિઘેએ 32 વર્ષ 161 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેને કુલદીપ યાદવની જગ્યાએ પ્લેઇંગ-11માં તક મળી છે. ગૉલમાં 165 રનથી જીત મેળવીને ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે. હવે ભારતની નજર સિરીઝ 2-0થી જીતવા અને ત્રણ વર્ષ પછી વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરવા પર છે. ભારતે છેલ્લીવાર જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે વિદેશી ટેસ્ટ સિરીઝ જીતી હતી. કેપ્ટન શુભમન ગિલના નામે ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં 2,993 રન છે. તે 7 રન બનાવતા જ 3,000 ટેસ્ટ રન પૂરા કરી લેશે. આ ઉપરાંત ગિલ 47 ટેસ્ટ છગ્ગા લગાવી ચૂક્યો છે અને 3 છગ્ગા લગાવતા જ 50 છગ્ગા પૂરા કરી લેશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં જુગાર પર પોલીસના દરોડા, 15 ઝડપાયા:પાંચ મહિલા સહિત 74,160નો મુદ્દામાલ જપ્ત, બે સ્થળે કાર્યવાહી
    Next Article
    મહાઠગ ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો:હિંમતનગરની મહિલા કોલેજના પ્રોફેસર સહિત 41 રોકાણકારોને પણ જાળમાં ફસાવી 8.64 કરોડનું ફુલેકું ફેરવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment