Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાઠગ ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો:હિંમતનગરની મહિલા કોલેજના પ્રોફેસર સહિત 41 રોકાણકારોને પણ જાળમાં ફસાવી 8.64 કરોડનું ફુલેકું ફેરવ્યું

    6 days ago

    ગાંધીનગરની ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટીના ડબલ્યુટીસી કૉમ્પ્લેક્સમાં આવેલા ટાવર-ડીમાંથી સંચાલિત શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અગાઉ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આ કૌભાંડમાં હવે હિંમતનગરના પ્રોફેસરે પોતાના પરિવાર તેમજ અન્ય 41 ભોગ બનનાર રોકાણકારો વતી ડભોડા પોલીસ મથકે શૂટ સ્પેસ કંપનીના ફાઉન્ડર ડાયરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ તેમજ તેના સાગરીતો વિરુદ્ધ કુલ રૂ.8.64 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પ્રોફેસરે રોકાણમાં રસ દાખવી કંપનીની મુલાકાત કરી હિંમતનગરના રવિપાર્ક મહાવીરનગરમાં રહેતા અને મહિલા આર્ટસ કોલેજમાં પ્રોફેસર ભાઈલાલભાઈ લાલજીભાઈ પટેલે ફરિયાદ જણાવ્યું છે કે, માર્ચ, 2025માં તેમની ઓળખાણ કોલેજના પ્રિન્સિપાલ મારફતે ચાર્ટડ એકાઉન્ટર રાજેન્દ્ર વર્મા થઈ હતી અને તેમણે ડેટા સ્ટોરેજ સ્પેસ કંપનીમાં રોકાણ કરવાની વાતચીત કરી હતી. ત્યારબાદ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે રૂબરૂ મુલાકાત કરી હતી. બાદમાં કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ, અરૂણ રમેશચંદ્ર રાય, અરૂણભાઈ વીરચંદભાઈ પટેલ, ભૂમિ ઉત્પલભાઈ પટેલ, ધ્રુવ જગદીશભાઈ ચૌધરી અને સચિનભાઈ અમૃતભાઈ પટેલે ભેગા મળી આખું કૌભાંડ રચ્યું હતું. આરોપીઓએ 'સેલ એન્ડ લીઝ બેક' યોજનાની લાલચ રોકાણકારોને આકર્ષવા માટે આરોપીઓએ ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદીને તેને ભાડે આપવાની 'સેલ એન્ડ લીઝ બેક' યોજના બનાવી હતી. એક ટેરાબાઇટ સ્પેસ રૂ. 38,940માં 7 વર્ષ માટે ખરીદવાની લાલચ આપી દર મહિને રૂ. 1650થી વધુ ભાડું ચૂકવવાની ખાત્રી આપી હતી. આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ કેળવવા દાવો કર્યો હતો કે, કંપની દુનિયાના 20 ટકા જેટલા ડિજિટલ ડેટાનો સંગ્રહ ભારતમાં કરવા માટે ગિફ્ટ સિટીમાં વિશાળ ડેટા સેન્ટર ઊભું કરી રહી છે. વિદેશી કંપનીઓ સાથે મોટા કોન્ટ્રાક્ટ થયેલા હોવાનું કહી રોકાણકારો પાસે ડિજિટલ કરારો કરાવ્યા હતા. પત્ની-દીકરીના નામે 95 લાખથી વધુનું રોકણ કર્યું, ફોન બંધ કરી ફરાર તેમાં દર મહિને નિશ્ચિત ભાડું આપવાનું ખોટું લખાણ કરી જીએસટી અને ટેક્સ કપાત દર્શાવતા બોગસ ઇનવોઇસ બીલો બનાવીને કૌભાંડ આચર્યું હતુ.ફરિયાદી ભાઈલાલભાઈ પટેલે પોતાના તેમજ પોતાની પત્ની શિલ્પાબેન અને દીકરીના નામે કુલ 245 ટેરાબાઇટ સ્પેસ માટે રૂ.95,40,300નું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં થોડા મહિના માસિક ભાડું ચૂકવ્યા બાદ ફેબ્રુઆરી, 2026 પછી ભાડું આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધુ હતું. જ્યારે રોકાણકારો ગિફ્ટ સિટીની ઓફિસે તપાસ કરી ત્યારે તાળાં મારેલાં મળી આવ્યા હતા અને સંચાલકો ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. બેંગલોર, મુંબઈ, રાયપુર સહિતના રોકાણકારોના નાણા ફસાયા ઉલ્લેખનીય છે કે, રોકાણકારોના નાણાં શૂટ સ્પેસ કંપનીમાંથી ડાયવર્ટ કરીને પોતાની જ અન્ય સિસ્ટર કંપનીઓ જેવી કે ક્લાઉડીજી ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં માત્ર ગાંધીનગર કે હિંમતનગર જ નહીં, પરંતુ દેશના વિવિધ રાજ્યોના 41 જેટલા મુખ્ય સાક્ષીઓ અને રોકાણકારોની યાદી પણ સામેલ કરાઈ છે. જેમાં બેંગલોર, મુંબઈ, રાયપુર, ભીલાઈ, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીર સુધીના રોકાણકારો પાસે ટેરાબાઇટ સ્પેસના નામે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓએ નેશનલાઇઝ્ડ બેંકો અને મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.હાલ તમામ 6 મુખ્ય ડાયરેક્ટરો અને ઝોનલ મેનેજર સચિન પટેલ સહિતના સાગરીતો વિરુદ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો… મહાઠગ ઉત્પલ પટેલને દુબઈથી લાવવા 'રેડ કોર્નર નોટિસ'ની કવાયત તેજ આ પણ વાંચો: ગિફ્ટ સિટીના નામે કૌભાંડ કરનાર ઉત્પલ પટેલની વૈભવી જલસાપાર્ટી
    Click here to Read More
    Previous Article
    સારાંશ જૈન આ સદીમાં સૌથી મોટી ઉંમરનો ભારતીય ડેબ્યૂટન્ટ બન્યો:ફટકાબાજી કરવામાં ભારતે પહેલી વિકેટ ગુમાવી, રાહુલ આઉટ; ગિલ-જાડેજા પાસે મેચમાં બે રેકોર્ડ બનાવવાની તક
    Next Article
    એસેન્ટ મેડીટેક લિમિટેડ દ્વારા તિથલ બીચ પર સ્વચ્છતા અભિયાન:પર્યાવરણ સુરક્ષા અને જાગૃતિ માટે કંપનીના સભ્યો ઉત્સાહભેર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment