Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટી.ડી.ઓ.ના તપાસના આદેશ બાદ સ્થળ તપાસ:જમીન-બાંધકામના જરૂરી પુરાવા રજૂ ન થતાં કામ બંધ રાખવા સ્પષ્ટ સૂચના

    6 days ago

    વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના સ્ટેશન વિસ્તારમાં આવેલી ગામતળની જમીન પર ઘરથાળની મંજૂરીના આધારે એપાર્ટમેન્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સર્વે નંબર 0-08-45 વાળી જમીન અંગે જાગૃત નાગરિક દ્વારા વાંસદા પ્રાંત કચેરીમાં કરાયેલી ફરિયાદના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખંભાલિયા ગ્રામ પંચાયતને તપાસના આદેશ અપાયા હતા. ટીડીઓના આદેશ બાદ વાંસદા વિસ્તરણ અધિકારી તથા ખંભાલિયા ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા સ્થળ તપાસ હાથ ધરી હતી. સ્થળ તપાસ દરમિયાન બાંધકામ તથા જમીનની માલિકી અને ઉપયોગ અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા સંબંધિત પક્ષને જણાવ્યું હતું. પંચાયતના જણાવ્યા મુજબ જરૂરી પુરાવા રજૂ કરવા માટે બિલ્ડરને સમય અપાયો હતો પરંતુ નિર્ધારિત સમયમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં અસમર્થતા દર્શાવતા ગ્રામ પંચાયત દ્વારા હાલનું બાંધકામ બંધ રાખવા નોટિસ ફટકારાઇ છે. આ મામલામાં મુખ્ય સવાલ એ છે કે ઘરથાળની મંજૂરીના આધારે એપાર્ટમેન્ટ જેવા બાંધકામની કામગીરી કેવી રીતે શરૂ થઇ ? ગામતળની જમીનના ઉપયોગ, માલિકી હક અને બાંધકામની મંજૂરી અંગેના નિયમોનું પાલન થયું છે કે કેમ તે બાબતે હવે તપાસ જરૂરી બની છે. ખંભાલિયા ગ્રા.પં.ના તાબા હેઠળની અનેક જમીનો ગામતળ તરીકે નોંધાયેલી હોવાના કારણે સરકારી જમીન પર થતા બાંધકામ અંગે વહીવટી તંત્રની જવાબદારી પણ ચર્ચામાં આવી છે. ગામતળ તથા ગૌચર જેવી જાહેર ઉપયોગની જમીનો પર નિયમ વિરુદ્ધ બાંધકામો થતા હોય તો સમયસર કાર્યવાહી ન કરાય તો ભવિષ્યમાં સરકારી જમીનો પર અતિક્રમણનું પ્રમાણ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ગામતળની જમીનો પર બાંધકામો સામે કડક કાર્યવાહી જરૂરી ખંભાલિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગામતળની સરકારી જમીનો પર રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામો અંગે સમયાંતરે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે ત્યારે આ કેસમાં પંચાયત દ્વારા અપાયેલી નોટિસ બાદ હવે વહીવટી તંત્ર દ્વારા જમીનની કાયદેસર સ્થિતિ, મંજૂરીઓ અને બાંધકામના દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરાય તેવી માંગ ઉઠી છે. જો તપાસમાં નિયમ વિરુદ્ધ બાંધકામ અથવા સરકારી જમીનના ગેરકાયદે ઉપયોગની હકીકત સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જરૂરિયાત છે. સમયમર્યાદામાં જરૂરી પુરાવા રજૂ ન કરતા નોટિસ અપાઇ ‘બાંધકામ બાબતે અમારી પાસે મંજૂરી માટે અરજી આવી હતી, જેમાં ઘરથાળ માટેની મંજૂરી માંગવામાં આવતા નિયમ મુજબ ઘરથાળની મંજૂરી આપવામાં આવી હતી. જોકે જાગૃત નાગરિકની અરજી બાદ તલાટી અને વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને જમીન તથા બાંધકામને લગતા જરૂરી પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. સામે પક્ષે સમયમર્યાદામાં જરૂરી પુરાવા રજૂ ન કરતાં ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ બંધ રાખવા નોટિસ આપવામાં આવી છે. > અનિલભાઈ પટેલ, સરપંચ, ખંભાલિયા ગ્રામ પંચાયત
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13:મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એકે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, છેલ્લા બે દિવસમાં પાંચના મૃત્યુ
    Next Article
    National Space Day | નેશનલ સ્પેસ ડે: PM મોદી અને સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO વચ્ચે ખાસ ચર્ચા! |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment