Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગ લપસી જતા વિશ્વામિત્રી નદીમાં ખાબક્યો ને મગર ખેંચી ગયો:વડોદરાના તલસટ ગામે મોડી રાત્રે આધેડના મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો

    1 day ago

    વડોદરા નજીકના તલસટ ગામે ઘર પાસે પગ લપસી જતાં વિશ્વામિત્રી નદીમાં ખાબકેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અને તંત્રે ગત(22 ઓગસ્ટ) મોડી રાત સુધી હાથ ધરેલી ભારે શોધખોળ બાદ મગરના મુખમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મગરે હુમલો કરીને આધેડને ખેંચી લીધા તલસટ ગામના રાઠોડિયા વાસમાં રહેતા આધેડ રણછોડભાઈ રાઠોડ ઘરની પાસે ઊભા હતા, તે દરમિયાન અચાનક પગ લપસી જતાં વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા હતા. તેઓ પાણીમાંથી બહાર નીકળે તે પહેલાં જ નદીમાં મગરે તેના પર હુમલો કરીને ખેંચી લીધા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિક રેસ્ક્યુ ટીમે નદી કાંઠે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ મોડી રાત્રે રણછોડભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને મગરના જડબામાંથી ભારે પ્રયાસો બાદ છોડાવી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના મોઢા તેમજ શરીરના અન્ય ભાગો પર મગરના જીવલેણ હુમલાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા. મોતનું કારણ PM રિપોર્ટમાં સ્પષ્ટ થશે અટલાદરા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે. રણછોડભાઈનું મોત ડૂબી જવાથી થયું છે કે મગરના હુમલાથી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ અટલાદરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આંબરડી સફારી પાર્કમાં દીપડાને નજીકથી જોઈ શકાશે:અત્યાધુનિક 'લેપર્ડ સેન્ટર' વિધિવત રીતે ખુલ્લું;તહેવારોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટશે
    Next Article
    ગિફ્ટ સિટી શૂટ સ્પેસ ડિજિટલ કૌભાંડ:પ્રોફેસર સહિત 41 રોકાણકારોને જાળમાં ફસાવી 8.64 કરોડનું ફુલેકું ફેરવ્યું; કંપનીના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment