Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબરડી સફારી પાર્કમાં દીપડાને નજીકથી જોઈ શકાશે:અત્યાધુનિક 'લેપર્ડ સેન્ટર' વિધિવત રીતે ખુલ્લું;તહેવારોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટશે

    एक दिन पहले

    ગુજરાતમાં સૌથી વધુ એશિયાટિક સિંહોનું સરનામું ગણાતા અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિભાગ સંચાલિત પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કમાં, પ્રવાસીઓ માટે ₹3.62 કરોડના જંગી ખર્ચે આકાર પામેલું અતિઆધુનિક 'લેપર્ડ સેન્ટર' વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દર વર્ષે 2,50,000થી વધુ સહેલાણીઓને આકર્ષતા આ પાર્કમાં હવે સિંહો, હરણ, નીલગાય અને દૂર્લભ પક્ષીઓની સાથે પ્રથમ તબક્કે મુકાયેલા 10 દીપડાઓને પણ ઊંડી ખાઈ (ટ્રેન્ચ) પદ્ધતિ થકી ખુલ્લા કુદરતી માહોલમાં નજીકથી નિહાળવાનો રોમાંચક લહાવો મળશે. તહેવારોની મોસમ પૂર્વે વનવિભાગ દ્વારા કરાયેલા આ વિશિષ્ટ પ્રકલ્પના લીધે પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જેનાથી સ્થાનિક પ્રવાસન અને રોજગારીને પણ મોટો બૂસ્ટર ડોઝ મળશે. આંબરડી પાર્કમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા 2017થી શરૂ કરાયેલા આંબરડી સફારી પાર્કમાં દર વર્ષે 2,50,000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. ગુજરાતમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં નોંધાયા હોવાથી પ્રવાસીઓમાં વન્યજીવો પ્રત્યે વિશેષ ઉત્સુકતા જોવા મળે છે. સિંહો, હરણ, નીલગાય, વરુ અને પક્ષીઓની સાથે હવે પ્રથમ તબક્કે 10 દીપડાઓનો સમાવેશ કરાતા રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા આગામી તહેવારોમાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટવાની અપેક્ષા છે. કુદરતી વાતાવરણ વચ્ચે ઊંડી ખાઈ પદ્ધતિ આ લેપર્ડ સેન્ટરમાં પરંપરાગત પાંજરાના સ્થાને દીપડાઓને કુદરતી માહોલ પૂરો પાડવા માટે ખાસ ઊંડી ખાઈ (ટ્રેન્ચ) પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ ખુલ્લા આકાશ નીચે દીપડાઓની કુદરતી ગતિવિધિઓ જોઈ શકશે. સેન્ટરમાં આધુનિક સુરક્ષા, પીવાનું શુદ્ધ પાણી, વેટરનરી ડોક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની સતત દેખરેખ તેમજ નિયમ અનુસાર ફૂડ ડાયટની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે મોટો ફાયદો ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વન્યજીવ સંરક્ષણ અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે. અમરેલી જિલ્લાના પ્રવાસન નકશા પર આંબરડીનું મહત્વ વધવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. પાર્કમાં AC-Non AC બસ, વેઇટિંગ એરિયા, સોવેનિયર શોપ, કેન્ટીન, પ્લે એરિયા અને વન્યપ્રાણી સ્મારક સેલ્ફી પોઇન્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. સફારી પાર્કની મુલાકાત અંગે પ્રવાસીઓનો ઉત્સાહ અમરેલીથી પરિવાર સાથે આવેલા સાજીદ બ્લોચ અને રોશનબેન બ્લોચ જણાવે છે કે, ચોમાસામાં પણ અંદરના રસ્તાઓ ખૂબ જ ઉત્તમ છે. બસ સફારી દરમિયાન સિંહણ, 8 થી 10 દીપડા, હરણ, પક્ષીઓ અને દુર્લભ વનસ્પતિઓ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. વેઇટિંગ કક્ષથી લઈને બસ સ્ટાફ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શક માહિતી અને ટિકિટ બારી સુધીની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    रक्षाबंधन पर यूपी की बहनों को योगी सरकार का तोहफा, जानें महिलाओं के साथ और कौन कर सकेंगे बसों में फ्री सफर
    Next Article
    પગ લપસી જતા વિશ્વામિત્રી નદીમાં ખાબક્યો ને મગર ખેંચી ગયો:વડોદરાના તલસટ ગામે મોડી રાત્રે આધેડના મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment