Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસની સરાહનીય કામગીરી:અપહરણ થયેલ સગીરાને ગણતરીના દિવસોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    9 hours ago

    બોટાદ પોલીસે અપહરણ થયેલી સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ કાર્યવાહી ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ કરવામાં આવી હતી. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 20 ઓગસ્ટ, 2026 ના રોજ 17 વર્ષીય સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ અને PI એન.વી. વસાવાએ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. PSI વી.સી. ભરવાડ અને PSI એલ.એન. પ્રજાપતિએ ભોગ બનનારને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા અને પોલીસ કોન્સ્ટેબલ સતુભા તુવરને ખાનગી બાતમીના આધારે સગીરા મળી આવી હતી. પોલીસે તેને શોધી કાઢીને તેના પરિવારજનોને સોંપી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરીમાં PI એન.વી. વસાવા, PSI વી.સી. ભરવાડ, PSI એલ.એન. પ્રજાપતિ, અ.હે.કો. રામદેવસિંહ વાળા, હે.કો. ધર્મેન્દ્રરાવ પવાર, પો.કો. શિવરાજસિંહ પરમાર, પો.કો. લાલજીભાઈ રાઠોડ, પો.કો. વિપુલભાઈ બારૈયા, પો.કો. સતુભા તુવર અને વુ.પો.કો. ટીંકલબેન કણજરીયા સહિતના પોલીસકર્મીઓ સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગણેશોત્સવ: 'રામવાડીના રાજા'નું આગમન:દાદીયા ફળિયાના રાજાના આગમન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા, આઝાદ ચોક ખાતે ભવ્ય ઉજવણી
    Next Article
    Real Madrid Snatch Late Win At Espanyol On Mourinho's Return

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment