Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશોત્સવ: 'રામવાડીના રાજા'નું આગમન:દાદીયા ફળિયાના રાજાના આગમન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા, આઝાદ ચોક ખાતે ભવ્ય ઉજવણી

    11 hours ago

    વલસાડ શહેરમાં આગામી ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે. શનિવારે રાત્રે શહેરના લોકપ્રિય 'રામવાડીના રાજા' અને 'દાદીયા ફળિયાના રાજા'ની પ્રતિમાઓનું મંડળમાં ભવ્ય આગમન થયું હતું. આ પ્રસંગે આઝાદ ચોક ખાતે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ગણેશ ભક્તો લાંબા સમયથી શ્રીજીની મનમોહક પ્રતિમાઓને પોતપોતાના મંડળમાં પધરાવવાની રાહ જોઈ રહ્યા હતા. આ ક્ષણ આવતા જ આખું શહેર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. બંને મંડળની આગમન યાત્રા વલસાડના મુખ્ય આઝાદ ચોક ખાતે પહોંચી ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે ગણેશમય બની ગયું હતું. ઢોલ-નગારાના ધબકારા અને હાઈ-વોલ્ટેજ ડીજેના તાલે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ગગનગાજી આતશબાજી અને રોશની પણ કરવામાં આવી હતી, જેનાથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું. શ્રીજીની દિવ્ય પ્રતિમાના પ્રથમ દર્શન કરવા માટે આઝાદ ચોક પર ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. બાપ્પાની મૂર્તિઓને પોતાના મોબાઈલ કેમેરામાં કેપ્ચર કરવા અને ક્ષણને યાદગાર બનાવવા માટે ભક્તો વચ્ચે ઉત્સાહ સાથે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ ક્ષણના સાક્ષી બનવા આઝાદ ચોકની આસપાસના રસ્તાઓ પર ગોઠવાઈ ગયા હતા. જનમેદની અને ગણેશ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વલસાડ સિટી પોલીસે અગાઉથી જ વ્યવસ્થા ગોઠવી હતી. આઝાદ ચોક અને આગમન યાત્રાના સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ કાફલો તૈનાત રહેતા ભવ્ય આગમન યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:તહેવારો શાંતિપૂર્ણ ઉજવવા હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે ચર્ચા
    Next Article
    બોટાદ પોલીસની સરાહનીય કામગીરી:અપહરણ થયેલ સગીરાને ગણતરીના દિવસોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment