Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખાદ્ય ઘી બનાવનાર આરોપીને કોર્ટનો ઝટકો:મશીનરી પરત આપશો તો ફરી બોગસ ઘી બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરશે કહી રિવિઝન અરજી ફગાવી

    22 hours ago

    સુરતના સચીન GIDC પોલીસ મથક વિસ્તારમાં સામે આવેલા બોગસ અને અખાદ્ય ઘી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપી ભરતભાઈ ગોગનભાઈ પોલરાને સુરત સેશન્સ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગોડાઉન પરથી જપ્ત કરાયેલી મશીનરી અને સબ-સ્ટાન્ડર્ડ મુદ્દામાલ પરત મેળવવા માટે આરોપીએ રિવિઝન અરજી દાખલ કરી હતી. જોકે, અદાલતે ટ્રાયલ કોર્ટના આદેશને વ્યાજબી ઠેરવતા આ અરજી ફગાવી દીધી હતી અને સ્પષ્ટ નોંધ્યું હતું કે, જો આરોપીને મશીનરી પરત અપાશે તો તે ફરીથી નકલી ઘી બનાવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે. પામોલીન તેલ, ઈંક રિમૂવર સહિત 29 વસ્તુઓ જપ્ત કરાઈ હતી એપ્રિલ-2026 દરમિયાન સચીન ખાતે આવેલા આરોપી ભરત પોલરાના ગોડાઉન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ એનાલિસ્ટોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન સ્થળ પરથી અખાદ્ય અને સબ-સ્ટાન્ડર્ડ ઘી ઉપરાંત પામ-કેનન ઓઈલ, રીફાઈન્ડ પામોલીન ઓઈલ, વનસ્પતિ ઘી, ઈંક રિમૂવર અને નકલી ઘી બનાવવાની મશીનરી સહિત કુલ 29 પ્રકારની શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. લેબોરેટરી પરીક્ષણ બાદ જે જથ્થો ખાવાલાયક હતો તેને ટ્રાયલ કોર્ટે અગાઉ મુક્ત કર્યો હતો, પરંતુ સબ-સ્ટાન્ડર્ડ સામગ્રી બજારમાં વેચાય નહીં તે હેતુથી રોકી રાખવામાં આવી હતી. લોકોના સ્વાસ્થ્યના હિતમાં કોર્ટે અરજી નામંજૂર કરી આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એપીપી દિગંત દેવારે દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીના ગોડાઉનમાંથી મળી આવેલી સામગ્રી બનાવટી ઘી બનાવવા માટે વપરાતી હતી અને જો આ મશીનરી તેને પરત સોંપવામાં આવે તો તે ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી શકે છે. નીચલી અદાલતે 30 જૂન 2026ના રોજ કાયદાકીય રીતે યોગ્ય હુકમ કર્યો હોવાની રજૂઆતને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો અને જાહેર હિતને ધ્યાને રાખી આરોપીની રિવિઝન અરજી નામંજૂર કરી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક અને દરિયાઈ પેટ્રોલિંગ:સામાજિક-ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં કોમી સૌહાર્દ જાળવવા ચર્ચા
    Next Article
    23 ઓગસ્ટનું ટેરો રાશિફળ:સિંહ જાતકોની ઇચ્છાશક્તિ આજે મજબૂત રહેશે, મીન જાતકોની પ્રતિભાના ખુલ્લેઆમ વખાણ થશે, દિવસ શુભ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment