Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં લકવાગ્રસ્ત બનેલા દીપડાને ગીર ફાઉન્ડેશને નવજીવન આપ્યું:વેટરનરી ડૉક્ટરોએ ભાંગેલી કરોડરજ્જુ સાધીને પગભર કર્યો, હવે ઈન્દ્રોડા પાર્કમાં કુદરતી માહોલમાં જ રખાશે

    11 hours ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ખેરંચા-ખોડંબા હાઈવે પર 19 જાન્યુઆરી 2026ના રોજ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા દીપડાને ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનની વેટરનરી ટીમે અત્યાધુનિક સારવાર થકી નવજીવન આપ્યું છે. કરોડરજ્જુ અને નીચેના જડબામાં ગંભીર ફ્રેક્ચરના કારણે પાછળના બંને પગે સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયેલો દીપડો અઢી મહિનાથી વધુ સમયની સઘન સારવાર અને વિશેષ કાળજી બાદ ફરી કુદરતી મુદ્રામાં સામાન્ય રીતે ચાલતો થઈ ગયો છે. કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર અને ઇન્દ્રોડા પાર્કમાં ખાસ ટ્રીટમેન્ટ કેજ તૈયાર કરાયું અકસ્માત બાદ અરવલ્લી વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ કરીને તેને હિંમતનગરના રાજપુર ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટીના રેફરલ સેન્ટરમાં રેડિયોગ્રાફિક તપાસ માટે મોકલ્યો હતો. નિદાન દરમિયાન દીપડાના કરોડરજ્જુના L7-S1 વિસ્તારમાં ગંભીર ટ્રોમેટિક લંબોસેક્રલ ફ્રેક્ચર તેમજ નીચલા જડબા અને મોંની પેશીઓમાં ઊંડો ચેપ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે પાછળના પગની ચેતાઓ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને તે ખોરાક-પાણી લેવામાં પણ અસમર્થ હતો. આ ગંભીર તબીબી પડકારો વચ્ચે તેને ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં GEER ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી અને ડેપ્યુટી ડિરેક્ટર અમિત નાયકના માર્ગદર્શન હેઠળ વિશેષ ટ્રીટમેન્ટ કેજ તૈયાર કરવામાં આવ્યું હતું. દવાઓ થકી 2.5 મહિનામાં અદભુત રિકવરી મેળવી માનવીય સંપર્ક શક્ય તેટલો ઓછો રાખીને તબીબોએ નિયમિત પોઝિશનિંગ, પૌષ્ટિક આહાર અને દવાઓ દ્વારા સઘન સારવાર શરૂ કરી હતી. સારવારના માત્ર 3 દિવસમાં જ તેણે જાતે ખોરાક લેવાનું શરૂ કર્યું અને 20 દિવસ બાદ આગળના પગ વડે શરીર ઊંચું કરવાનો પ્રયાસ કર્યો હતો. વેટરનરી ડોક્ટરોની અવિરત દેખરેખ અને મહેનતના પરિણામે આશરે 2 મહિના અને 15 દિવસના અંતે દીપડો સંપૂર્ણપણે પોતાના પગ પર ઊભો રહીને સામાન્ય સ્થિતિમાં ચાલતો થઈ ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે ઇન્દ્રોડા પાર્કમાં રખાશે કરોડરજ્જુની ઈજાની અવશેષ અસરો અને પૂંછડીની નબળાઈને કારણે ખુલ્લા જંગલમાં શિકાર કરવો તેના માટે જોખમી હોવાથી તેને જંગલમાં મુક્ત કરવાને બદલે ઇન્દ્રોડા નેચર પાર્કના સુરક્ષિત કુદરતી વાતાવરણમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન GEER ફાઉન્ડેશનની ટીમે વન્યજીવોના ઇમરજન્સી બચાવ માટે 10 થી વધુ સફળ ઓપરેશનો પાર પાડ્યા છે. હાલ રાજ્યમાં વન્યજીવ આરોગ્ય વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ઇન્દ્રોડા પાર્ક ખાતે ડિજિટલ રેડિયોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફી, આઈસીયુ, ઓપરેશન થિયેટર અને પેથોલોજી લેબથી સજ્જ અત્યાધુનિક વાઇલ્ડલાઇફ વેટરનરી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વરાછા SBI લૂંટ કેસ, ઘર-બાઈકની વ્યવસ્થા કરનાર આરોપી જામીન મુક્ત:પાંચથી વધુ શખ્સો પિસ્તોલ સાથે બેંકમાં ઘૂસીને 50 લાખ લૂંટ્યા હતા
    Next Article
    લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીએ કર્યો ઊગ્ર વિરોધ:ભાવનગરમાં લઠ્ઠાકાંડથી 9 લોકોનાં મોત, આપ નેતા એ કહ્યું આ લઠ્ઠાકાંડ નથી પણ 'દારૂકાંડ' છે, હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી આપની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment