Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વન અને મહેસૂલ પ્રશ્નો અંગે ઉચ્ચ સ્તરીય બેઠક:હસનાપુર-વિલિંગ્ડન ડેમમાંથી કાંપ હટાવવા સૂચના, પરિક્રમા-મેળાની વ્યવસ્થા અને હોમસ્ટે મુદ્દે મોટો નિર્ણય

    14 hours ago

    જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ ઊર્જા રાજ્યમંત્રી અને જિલ્લા સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વન અને મહેસૂલ વિભાગ સંલગ્ન પ્રશ્નોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન વિભાગ, પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી સંકલનના અભાવે અટવાયેલા સ્થાનિક કક્ષાના અનેક પેન્ડિંગ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરીને સ્થળ પર જ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાંથી કાંપ દૂર કરી જળસંગ્રહ ક્ષમતા વધારાશે જૂનાગઢ શહેરની જળ સુરક્ષા અંગે મહત્વનો નિર્ણય લેતા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્વના હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં લાંબા સમયથી ભરાયેલા કાંપને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ માટે વન વિભાગ અને મનપાના અધિકારીઓને સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જળાશયોની સંગ્રહ ક્ષમતા વધવાથી શહેરીજનો માટે પૂરતું પાણી સુનિશ્ચિત થશે તેમજ ગિરનાર જંગલ વિસ્તારની ઇકોસિસ્ટમ અને વન્ય પ્રાણીઓને પણ મોટો લાભ મળશે. આ ઉપરાંત વન વિસ્તારના ચેકડેમોમાંથી કાંપ હટાવવા અને જરૂરી પાઇપલાઇન તથા રસ્તા નિર્માણના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માર્ગદર્શન અપાયું હતું. મહાશિવરાત્રી મેળો અને ગિરનાર લીલી પરિક્રમા માટે આગોતરું આયોજન જૂનાગઢમાં દર વર્ષે આયોજિત થતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો અને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી ભાવિકોની સુવિધા માટે દીર્ઘકાલીન પ્લાનિંગ તૈયાર કરવા નિર્દેશ અપાયા છે. ભવનાથ તળેટી વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્વચ્છતા જાળવવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહાપાલિકા અને વન વિભાગ સંયુક્ત સંકલન કરશે. જંગલ વિસ્તારમાં ખાસ ડિઝાઇનવાળા ટોયલેટ બ્લોક્સ બનાવવા, રસ્તાના રિસરફેસિંગ માટે વન વિભાગની NOC ના પ્રશ્નો ઉકેલવા તેમજ ધાર્મિક અને પ્રકૃતિ પર્યટનને વેગ આપવા સોવેનિયર શોપ અને ફૂડ કોર્ટ ઊભા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગિરનાર ક્ષેત્રમાં સ્થાનિક હોમસ્ટે પ્રશ્ને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે ગિરનાર ક્ષેત્ર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તેમજ સ્થાનિકો દ્વારા શરૂ કરાયેલા હોમસ્ટે અંગેના પેન્ડિંગ પ્રશ્નો અંગે મંત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. વર્ષ 2015 પછી મળેલી અરજીઓ પર હાઈકોર્ટના નિર્દેશોને કારણે અમલ થઈ શક્યો ન હતો, પરંતુ હવે ખેડૂતો અને જનપ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાને રાખી વન વિભાગને સ્થળ પર સર્વે કરવા સૂચના અપાઈ છે. આ સર્વેનો વિસ્તૃત અહેવાલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને વન વિભાગ આ મામલે સંપૂર્ણ હકારાત્મક અભિગમ ધરાવે છે અને અદાલતના નિર્ણય મુજબ સ્થાનિકોના હિતમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ:ધારાડુગરી ગામની સીમમાંથી LCBએ ₹91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે AAPનું વિરોધ પ્રદર્શન:ધારાસભ્ય હેમંત ખવા સહિત કાર્યકરોની અટકાયત, ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment