Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ દરિયાકિનારે દશામાની ખંડિત મૂર્તિઓ મળી:વિસર્જન બાદ પર્યાવરણ અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ

    10 hours ago

    દમણના દરિયાકિનારે દશામાની ખંડિત મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી રઝળતી જોવા મળી હતી. શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, વિસર્જનના બીજા જ દિવસે વહેલી સવારે આ દૃશ્યો સામે આવ્યા હતા. દશામાના વ્રત દરમિયાન ૧૦ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ અંતિમ દિવસે ઢોલ-નગારા સાથે મૂર્તિ વિસર્જનની પરંપરા છે. પરંતુ વિસર્જન બાદ ખંડિત હાલતમાં દરિયાકિનારે રઝળતી મૂર્તિઓ જોઈને અનેક શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ ઘટનામાં POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓનો ઉપયોગ પર્યાવરણ માટે ચિંતાનો વિષય બન્યો છે. POP પાણીમાં સરળતાથી ઓગળતું ન હોવાથી વિસર્જન બાદ મૂર્તિઓ ખંડિત સ્વરૂપે દરિયાકિનારે તણાઈ આવે છે. જળપ્રદૂષણ અટકાવવા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા માટીની તથા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં હજુ પણ અનેક લોકો દ્વારા POPની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે, જેના કારણે દરિયાઈ પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર વિપરીત અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. વિસર્જન બાદ દરિયાકિનારે રઝળતી ખંડિત મૂર્તિઓની સ્થિતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ માટે વધુ અસરકારક જનજાગૃતિ હાથ ધરવાની સાથે, તણાઈ આવેલી તમામ ખંડિત મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રીનો સત્વરે યોગ્ય સ્થળે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ડો. પ્રવીણ તોગડિયાના આગમન પૂર્વે બોટાદમાં બેઠક યોજાઈ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શંકરપરામાં આયોજન
    Next Article
    સુરેન્દ્રનગરમાં બે સ્થળે જુગારધામ ઝડપાયા:જોરાવરનગરથી 9, લીંબડીથી 6 જુગારીઓ કુલ ₹1.40 લાખ સાથે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment