Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીજીધામ મંદિરે હિંડોળા ઉત્સવ શરૂ, ભક્તો ઉમટ્યા:૧૫થી વધુ કલાત્મક હિંડોળા, ફુવારો અને રોશની આકર્ષણનું કેન્દ્ર

    12 hours ago

    અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત હિંડોળા ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ધાર્મિક ઉત્સવને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો દિવ્ય દર્શન માટે ઉમટી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશની અને કલાત્મક સજાવટથી શણગારવામાં આવ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. હિંડોળા ઉત્સવ અંતર્ગત શ્રીજીમહારાજને દરરોજ વિવિધ થીમ અને કલાત્મક રચનાઓથી તૈયાર કરાયેલા હિંડોળામાં બિરાજમાન કરી ભક્તિભાવપૂર્વક ઝુલાવવામાં આવી રહ્યા છે. મંદિરમાં પંદરથી વધુ પ્રકારના આકર્ષક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં શ્રીજીમહારાજની અલૌકિક મૂર્તિઓને સુંદર રીતે બિરાજમાન કરાઈ છે. આ ઉત્સવમાં ચલણી નોટોથી તૈયાર કરાયેલો હિંડોળો ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત રમકડાંનો હિંડોળો, કાચનો હિંડોળો અને રક્ષાની થીમ પર તૈયાર કરાયેલો હિંડોળો પણ પ્રમુખ આકર્ષણોમાં સામેલ છે. દરેક હિંડોળાની રચનામાં સર્જનાત્મકતા અને ભક્તિભાવનો સુંદર સમન્વય જોવા મળે છે. આગામી દિવસોમાં પણ વિવિધ થીમ આધારિત હિંડોળામાં શ્રીજીમહારાજના દર્શન કરાવવામાં આવશે. અગિયારસના દિવસે પવિત્રતાની વિશેષ થીમ ધરાવતા હિંડોળામાં શ્રીજીમહારાજને ઝુલાવવામાં આવનાર હોવાથી તે દિવસના દર્શનને લઈને હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જવા માટે ઢોલના તાલે ભજન અને ધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં બનાવવામાં આવેલો ફુવારો પણ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેમાં શ્રીજીમહારાજની મૂર્તિ રોશની વચ્ચે વધુ આકર્ષક દેખાય છે. સાંજના સમયે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડતા હોવાથી મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે. મંદિરના આયોજકો અને સેવાભાવી હરિભક્તો દ્વારા ઉત્સવને સફળ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિર પરિસરની સ્વચ્છતા, સજાવટ અને દર્શન વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં આવતા ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રીજીમહારાજના દર્શનનો લાભ લઈ શકે. સમગ્ર ઉત્સવ દરમિયાન શ્રીજીધામ મંદિર ભક્તિ, સંગીત, પ્રકાશ અને કલાત્મકતાના અનોખા સંગમમાં પરિવર્તિત થયું છે. પંદરથી વધુ કલાત્મક હિંડોળા, શ્રીજીમહારાજની મૂર્તિઓ, રોશનીથી ઝળહળતું મંદિર પરિસર, ફુવારામાં શ્રીજીમહારાજની મૂર્તિ અને ભજન-ધૂનના કારણે અહીં ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો:પહેલાં મહિલા કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ પોતાને જ ઇન્વેસ્ટિગેટર બનાવીને લાખોના અલગ પગાર લીધો, ભાસ્કરે મેળવ્યા દસ્તાવેજ
    Next Article
    ડો. ધીરેન્દ્ર પટેલે જન્મદિવસે વિરમગામના બાળકોને સ્ટેશનરી, ભોજન આપ્યું:હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપકે કુમારશાળામાં સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment