Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિહોરી બસસ્ટેન્ડ દશામા મંદિરે દસમના દિવસે:મહાઆરતી અને ફરાળી મહાપ્રસાદનું આયોજન કરાયું

    12 hours ago

    કાંકરેજ તાલુકાના શિહોરી બસસ્ટેન્ડ ખાતે આવેલા બહુચરમાતા મંદિરના પટાંગણમાં દશામાના મંદિરે દસમના દિવસે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે દશામાની ઉજવણી કરવામાં આવી. દશામાના વ્રત કરતી મહિલાઓ, દીકરીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલ અને "જય દશામા"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આરતી સમાપ્ત થયા બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે ફરાળી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસાદ ગ્રહણ કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે ગામના માતાજીના ભાવિક ભક્તો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં ભાજપનું ત્રિ-દિવસીય પ્રશિક્ષણ અભિયાન શરૂ:કનુભાઈ દેસાઈ અને પ્રશાંત કોરાટે વર્ગનું ઉદ્ઘાટન કર્યું
    Next Article
    ભાણવડમાં THR-મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ:પોષણ ઉત્સવ-2026 અંતર્ગત વિજેતાઓને પ્રમાણપત્ર અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment