Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં ભાજપનું ત્રિ-દિવસીય પ્રશિક્ષણ અભિયાન શરૂ:કનુભાઈ દેસાઈ અને પ્રશાંત કોરાટે વર્ગનું ઉદ્ઘાટન કર્યું

    12 hours ago

    વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય ‘પંડિત દીનદયાળજી મહાપ્રશિક્ષણ અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં થયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના નેતૃત્વમાં આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. પ્રશિક્ષણ વર્ગના પ્રથમ સત્રનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રભારી વિનયભાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને પ્રશિક્ષણ વર્ગના વાલી કિશોરભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સત્ર વલસાડ જિલ્લાના વરિષ્ઠ જનસંઘી રજનીભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા પ્રશાંતભાઈ કોરાટે ‘દેશ સમક્ષ પડકારો તથા નિદાન માટે આપણા પ્રયાસો’ વિષય પર કાર્યકર્તાઓને માહિતી આપી. તેમણે દેશ સામે રહેલા વિવિધ પડકારો અને તેના ઉકેલ માટે સંગઠન તથા કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. બીજા સત્રમાં દિનેશભાઈ ભાનુશાલી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ ‘મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ’ વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તેના લાભાર્થીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને રાજકીય, સામાજિક અને સંગઠનાત્મક મુદ્દાઓ અંગે માહિતી આપવામાં આવશે. આ વર્ગમાં જિલ્લાના તમામ મહામંત્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, વાપી મહાનગરપાલિકાના મેયર, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, વિવિધ મંડળ અને મોરચાના પ્રમુખો તથા મહામંત્રીઓ હાજર રહ્યા હતા. જિલ્લા મીડિયા, સોશિયલ મીડિયા અને આઈટી સેલના કન્વીનરો તથા સહકન્વીનરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ખંભાતમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી:રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારો
    Next Article
    શિહોરી બસસ્ટેન્ડ દશામા મંદિરે દસમના દિવસે:મહાઆરતી અને ફરાળી મહાપ્રસાદનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment