Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:મિથુન અને કન્યા રાશિને અણધાર્યા લાભના સંકેત, ધન રાશિ પર સમય મહેરબાન રહેશે

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 22 ઓગસ્ટ 2026, શનિવારના રોજ શ્રાવણ સુદ દશમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક/ધન છે. રાહુકાળ સવારે 09:32થી 11:07 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- પારિવારિક તથા વ્યાવસાયિક વ્યવસ્થાને સુધારવા માટે કરવામાં આવેલા પ્રયાસોના સાનુકૂળ પરિણામો મળશે. થોડો સમય નવી પ્રવૃત્તિઓ અને જ્ઞાનવર્ધક વાતો શીખવામાં પણ વિતશે. જેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. નેગેટિવ- નકારાત્મક વિચારો અને હતાશાને હાવી ન થવા દો. તમારામાં પરિપક્વતા લાવો તથા ઉતાવળ અને લાગણીમાં કોઈ નિર્ણય ન લો. મોંઘા ઈલેક્ટ્રોનિક ઉપકરણ બગડવાથી મોટો ખર્ચ પણ સામે આવી શકે છે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ફોકસ રહે. વ્યવસાય- વ્યવસાયમાં પોતાને સાબિત કરવા માટે વધુ સંઘર્ષ અને મહેનત કરો, કારણ કે અત્યારે પરિસ્થિતિ વધુ સાનુકૂળ નથી. તમારા કાર્ય સાથે સંકળાયેલી વધુ માહિતી મેળવો. નોકરીયાતોએ પણ પોતાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે. લવ- પતિ-પત્ની એકબીજા પ્રત્યે પ્રેમ અને સહયોગની ભાવના જાળવી રાખે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- ગેસ, એસિડિટી જેવી સમસ્યાના કારણે દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત રહેશે. તળેલી તથા વાયુ દોષ વધારતી વસ્તુઓનું સેવન ટાળો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આ સમય તમારી દિનચર્યા તથા કાર્યપ્રણાલીને સુવ્યવસ્થિત કરવાનો છે. ઘરની જાળવણી અથવા સુધારા સંબંધિત કાર્યોને અત્યારે મુલતવી રાખવામાં જ ભલાઈ છે. રાજકીય સંબંધો તથા જનસંપર્કનો દાયરો વધશે. યુવાનોને પોતાના કરિયર સંબંધિત કેટલાક સકારાત્મક પરિણામો મળી શકે છે. નેગેટિવ- ભાવનાઓમાં આવીને તમે કોઈ ખોટો નિર્ણય પણ લઈ શકો છો. કોઈ અન્ય વ્યક્તિ આનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. કોઈ પણ મુશ્કેલીમાં ઘરના સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે. નકામી અવરજવરથી બચો. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે. આજે તમારી ઊર્જા માર્કેટિંગ સંબંધિત કાર્યો તથા પેમેન્ટ વગેરે એકત્રિત કરવામાં લગાવો. આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે, પરંતુ હાથ નીચેના કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર તીક્ષ્ણ નજર ચોક્કસ રાખો. લવ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય અને વ્યવસ્થિત જળવાઈ રહેશે. પ્રેમ સંબંધો પણ સુખદ અને મર્યાદિત રહેશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે, જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. લકી કલર- સફેદ લકી નંબર- 4 પોઝિટિવ- બપોર પછી અણધારી રીતે લાભદાયી પરિસ્થિતિઓ બનશે. પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા મહત્વપૂર્ણ સલાહ મળશે, જે ફાયદાકારક રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તમારી રુચિ વધવાથી તમારા વિચાર પણ સકારાત્મક અને સંતુલિત બનશે. નેગેટિવ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે સમજદારી અને ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી છે. મહિલાઓએ વાતચીત કરતી વખતે સાવચેતી રાખવી, નહીંતર કોઈ પ્રકારની બદનામી થઈ શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહ જળવાઈ રહેશે. તમને તમારી કાબિલિયત દર્શાવવાની તક મળશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કાર્યોમાં વધુ પૈસા ન રોકો. ઉધાર આપેલા પૈસા કે પેમેન્ટ એકત્રિત કરવા માટે દિવસ અનુકૂળ છે. લવ- દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય- ઘુંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. ગેસ અને વાયુ વધારતી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- દિવસભર વ્યસ્તતા જળવાઈ રહેશે. કોઈ પણ અસમંજસની સ્થિતિમાં ભાઈ-બહેનોની સલાહ લેવી લાભદાયી સાબિત થશે અને યોગ્ય ઉકેલ પણ નીકળશે. વિદ્યાર્થીઓને પણ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનતનું મનવાંછિત પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે. નેગેટિવ- કોઈ પણ પ્રકારની ઉધારી કે લેવડ-દેવડ કરતી વખતે બેદરકાર ન રહો. સંતાનની કોઈ ભૂલ પર વઢવાને બદલે તેમનું માર્ગદર્શન કરો. આ સમય નકામી પ્રવૃત્તિઓને બદલે તમારા વ્યક્તિગત કાર્યો પૂરા કરવાનો છે. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક પ્રવૃત્તિઓ પર યોગ્ય નિરીક્ષણ રાખવું જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવો તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. મુસાફરીના પણ યોગ બની રહ્યા છે. લવ- પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો. પાર્ટનરને કોઈ ઉપહાર ચોક્કસ આપો. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ચોક્કસ રાખો અને નિયમિત તપાસ કરાવો. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- કોઈ ધાર્મિક આયોજન સંબંધિત પ્રવૃત્તિમાં વ્યસ્તતા જળવાઈ રહેશે. જીવનધોરણને વધુ સારું બનાવવા માટે તમે કેટલાક સંકલ્પ પણ લેશો. વડીલોના આશીર્વાદ અને અનુભવમાંથી ઘણું શીખવાની તક મળશે. નેગેટિવ- કેટલાક લોકો તમારી લાગણીઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તેથી વ્યવહારિક દ્રષ્ટિકોણ રાખો. સંતાનના અભ્યાસ અને કરિયર સંબંધિત કાર્યોમાં ખર્ચ વધશે. મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં આજે તમને તમારી ક્ષમતા પ્રદર્શિત કરવાની તક મળશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં કોઈ મોટો ઓર્ડર પણ મળી શકે છે. પરંતુ પેમેન્ટ વગેરે સમયસર ન મળવાને કારણે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. ધીરજ અને સંયમ જાળવી રાખો. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ નકારાત્મક વાતથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- પગમાં દુખાવો અને થાકની સ્થિતિ રહેશે. થોડો સમય પોતાના આરામ માટે પણ ચોક્કસ કાઢો. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- વડિલોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તમારી કોઈ પૂર્વ યોજનાને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. લોકો સાથે સંબંધો મજબૂત કરવાના દ્રષ્ટિકોણથી પણ સમય ઉત્તમ છે. જમીન સંબંધિત કોઈ અટકેલું કામ આજે ઉકેલાવાની શ્રેષ્ઠ શક્યતા છે. નેગેટિવ- જો કોઈને પૈસા ઉધાર આપવા પડી રહ્યા હોય, તો તેની પરત ચુકવણી ચોક્કસ નિશ્ચિત કરી લો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, તેમની સંગતથી તમારી પણ માન-હાનિ થઈ શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ નવા કાર્ય સંબંધિત પ્રવૃત્તિ શરૂ થશે. તમે તમારી યોગ્યતા અને ક્ષમતાનો પૂરો ઉપયોગ કરીને યોગ્ય સફળતા પણ મેળવશો. કમિશન તથા ઓનલાઈન સંબંધિત કાર્યોમાં અણધારી સફળતા મળશે. લવ- સ્વજનોના સહયોગથી ઘરમાં સુખદ અને વ્યવસ્થિત વાતાવરણ બનશે. મિત્રો સાથે ગેટ-ટુગેધર સંબંધિત પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય- ભારે ભોજન જોઈને પોતાના મન પર કાબૂ રાખો, નહીંતર પેટ સંબંધિત કોઈ તકલીફ થઈ શકે છે. લકી કલર- નારંગી લકી નંબર- 6 પોઝિટિવ- બીજા પર આશા રાખવાને બદલે પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો તમને મનમુજબ સફળતા અપાવશે અને મનોબળ પણ વધારશે. છેલ્લા કેટલાક સમયથી જે કામ માટે પ્રયાસ કરી રહ્યા હતા, આજે તેમાં સફળતા મળશે. કોઈ કોર્સ વગેરેમાં એડમિશન માટે પ્રયત્નશીલ યુવાનોને કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ- પ્રોપર્ટી અથવા ભાડા સંબંધિત મામલાઓમાં કોઈ વિવાદિત સ્થિતિ બનવાની આશંકા છે. કોઈ પણ પ્રકારની ઉધારી સંબંધિત લેવડ-દેવડ ન કરો, કારણ કે વસૂલી મુશ્કેલ રહેશે. યુવા વર્ગે નકામી વાતો પર ધ્યાન આપવાને બદલે પોતાના કામથી જ મતલબ રાખવો. વ્યવસાય- જો કોઈ કોર્ટ-કચેરી સંબંધિત કેસ ચાલી રહ્યો હોય, તો આજે તેને પતાવવો યોગ્ય રહેશે. સ્ટાફ અને કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી જરૂરી છે. નોકરીમાં કોઈ પણ ગેરકાનૂની કામમાં રસ લેવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. લવ- જીવનસાથી સાથે સુખદ સમય વિતાવવા માટે થોડી ક્ષણો ચોક્કસ કાઢો. લગ્નેતર સંબંધો તમારા માટે મુસીબતનું કારણ બનશે. સ્વાસ્થ્ય- મહિલાઓ પોતાના પ્રત્યે બેદરકાર ન રહે, બીમારી પરેશાન કરી શકે છે. સ્વચ્છતા જાળવવી અને તરત જ સારવાર લેવી તમને જલ્દી સ્વસ્થ કરશે. લકી કલર- વાદળી લકી નંબર- 3 પોઝિટિવ- પારિવારિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં તમારા યોગદાનની પ્રશંસા થશે. આજે ઘરની જાળવણી અને દેખરેખ સંબંધિત કાર્યોમાં તમારો ખાસ સહયોગ રહેશે. બાળકો સાથે તેમના કાર્યોમાં રસ લેવો તેમના આત્મવિશ્વાસને વધુ વધારશે. નેગેટિવ- બીજા પર વધુ ભરોસો ન કરીને પોતાની ક્ષમતાઓ પર જ વિશ્વાસ રાખો. ધ્યાન રાખો કે તમારો કોઈ નજીકનો સંબંધી જ તમારી સામે કેટલીક ગેરસમજો ઊભી કરી શકે છે. આ સમયે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં સુધારો લાવવા માટે વધુ મનન અને ચિંતન કરવાની જરૂર છે. તમારી મહેનત અને કાર્યક્ષમતામાં કોઈ અભાવ ન આવવા દો. વ્યવસાયને વધારવા માટે સફળ વ્યક્તિઓનું માર્ગદર્શન ચોક્કસ લો. લવ- પતિ-પત્ની વચ્ચેની ખાટી-મીઠી બોલાચાલી સંબંધોમાં વધુ નિકટતા લાવશે. ઘરની સંભાળ અને સહયોગમાં પણ પરસ્પર યોગદાન રહેશે. સ્વાસ્થ્ય- માઇગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી બચવા માટે દિનચર્યા વ્યવસ્થિત રાખો. સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- સમય મહેરબાન હોય ત્યારે તમામ પ્રવૃત્તિઓ ઉત્તમ રીતે થતી જાય છે. આ સારા સમયનું સન્માન કરો. રાજકીય તથા મહત્વપૂર્ણ લોકો સાથે લાભદાયી સંપર્કો બનશે. ભાઈઓ સાથે ચાલી રહેલો કોઈ વિવાદ પરસ્પર સુમેળથી ઉકેલાઈ જશે. નેગેટિવ- આ સમયે કોઈ પણ પ્રકારની અવરજવર કરવી એ સમયનો બગાડ જ છે. અનાવશ્યક ખર્ચ પર કાબૂ મેળવો. વર્તમાન પરિસ્થિતિઓના કારણે આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. સંતાનની કોઈ ભૂલ પર વઢવાને બદલે તેમનું માર્ગદર્શન કરો. વ્યવસાય- વેપારના વિસ્તરણ સંબંધિત કોઈ કાર્ય થઈ શકે છે. જોકે સ્પર્ધાનો સામનો કરવો પડશે, પરંતુ તમારા પ્રયાસોના સાનુકૂળ પરિણામો મળતા જશે. નોકરીમાં કાર્યભાર વધુ હોવાને કારણે તમારા અંગત કાર્યોમાં અડચણ આવશે. લવ- જીવનસાથીનો અપેક્ષા કરતાં વધુ સહયોગ મળશે અને પરસ્પર તાલમેલથી યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધો જાહેર થઈ શકે છે. સ્વાસ્થ્ય- શારીરિક નબળાઈ અને શરીરના દુખાવા જેવી સમસ્યા રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો. લકી કલર- ગુલાબી લકી નંબર- 7 પોઝિટિવ- ઘર અને બહાર બંને જગ્યાએ કોઈ મોટો નિર્ણય લેવામાં તમારું ખાસ યોગદાન રહેશે. જો ક્યાંક પૈસા ફસાયેલા હોય, તો તેની વસૂલી માટે પ્રયાસ કરો, સફળતા મળી શકે છે. ધાર્મિક સંસ્થા માટે તમારું યોગદાન રહેશે. માંગલિક કાર્યો થવાના પણ યોગ બની રહ્યા છે. નેગેટિવ- પરંતુ તમામ જવાબદારીઓ પોતાના માથે લેવાને બદલે તેને વહેંચતા પણ શીખો, કારણ કે વધારાના કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમારા મહત્વપૂર્ણ કામ છૂટી શકે છે. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો, આનાથી તેમનું મનોબળ અને વિશ્વાસ જળવાઈ રહેશે. વ્યવસાય- કારોબારના મામલામાં ખૂબ જ મહેનત કર્યા પછી જ સફળ પરિણામ મળવાના સંકેત છે. નકામી વાતોમાં ન ગૂંચવાઈને તમારા કાર્યો પર પૂરૂં ધ્યાન આપો. કોઈ નજીકના મિત્રના સહયોગથી તમારા ફસાયેલા પૈસા નીકળી શકે છે. ઓફિસ પોલિટિક્સ જેવા વાતાવરણથી પોતાને દૂર રાખો. લવ- જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ રહેશે. પરિવાર સાથે મનોરંજન અને લોંગ ડ્રાઈવનો પ્રોગ્રામ પણ બની શકે છે. સ્વાસ્થ્ય- ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાનું યોગ્ય ધ્યાન રાખે. પોતાની તપાસ કરાવો અને યોગ્ય સારવાર લો. હવામાનની પ્રતિકૂળતાથી પણ પોતાનો બચાવ કરો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- જમીન-સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો આજે કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી ઉકેલાઈ જશે. સંતાનને લઈને ચાલી રહેલી પ્રવૃત્તિઓના આજે વધુ સારા પરિણામો મળશે. તમારી વિચારધારામાં મહત્વપૂર્ણ સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ- આજે કોઈ પણ મુસાફરીનો પ્રોગ્રામ ન બનાવો, કારણ કે સમય વેડફાવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. બીજાના મામલામાં હસ્તક્ષેપ ન કરીને તમારી પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો. વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. વ્યવસાય- આજે વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્તતા રહેશે. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પર સારી રીતે વિચાર-વિમર્શ ચોક્કસ કરો, કારણ કે એક ખોટો નિર્ણય તમારા લાભને નુકસાનમાં ફેરવી શકે છે. નોકરીયાતો પોતાના અધિકારીઓ સાથે સંબંધો ન બગાડે. લવ- પર્સનલ લાઈફ સારી રહેશે. બધા સાથે મનોરંજન અને શોપિંગ સંબંધિત યોજનાઓ પણ બનશે. સ્વાસ્થ્ય- શરદી-ઉધરસ જેવી હળવી તકલીફ રહી શકે છે. ઘરેલુ સારવારથી જ સ્વાસ્થ્ય સારું થઈ જશે. લકી કલર- લીલો લકી નંબર- 4 પોઝિટિવ- ઘરમાં મહેમાનોનું આગમન થશે. જેના કારણે તમે દૈનિક કાર્યક્રમમાં પણ ફેરફાર કરશો અને તમારી ઈચ્છા તથા રુચિ મુજબ દિવસ વિતશે. મહત્વપૂર્ણ સંપર્કો અને સંબંધોનો દાયરો વિસ્તૃત થશે. નેગેટિવ- તમારી દિનચર્યા તથા કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત રાખો. બીજાની ટીકામાં ભાગીદાર ન બનો, આનાથી તમારા સંબંધો બગડી શકે છે તથા મામૂલી બાબતમાં મિત્રો સાથે ઘર્ષણ થવાની પણ આશંકા છે. તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કારોબારમાં ખૂબ જ વ્યસ્તતા રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં તમારી તીક્ષ્ણ નજર રાખો. કેટલાક અટકેલા કાર્યો અધિકારીઓની મદદથી પૂરા થશે. કોઈ વેપારી સોદો હાથમાં આવવાથી સારો લાભ થશે. દોડધામ વધુ રહેશે પરંતુ કામ સમયસર પૂરૂં થઈ જશે. લવ- વૈવાહિક સંબંધો મધુર અને સૌહાર્દપૂર્ણ રહેશે. સ્વજનો તથા પરિવારના લોકોનો સહયોગ તમારા આત્મબળને વધુ વધારશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ ઘરના વરિષ્ઠ વ્યક્તિઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બિલકુલ બેદરકારી ન દાખવો. લકી કલર- પીળો લકી નંબર- 3
    Click here to Read More
    Previous Article
    22 ઓગસ્ટનું અંકફળ:અંક 3ના જાતકોને માનસિક કષ્ટ વધારે રહેશે, અંક 8ના જાતકોને સંતાન તરફથી સુખ મળી શકે છે
    Next Article
    નારોલમાં નશાકારક પદાર્થ સાથે આરોપી ઝડપાયો:MD ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ટેબલેટ વટવાના શખ્સ પાસેથી લાવ્યો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment