Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર આદર્શ સ્મશાનમાં નવી ગેસ ફર્નેસનું ભૂમિપૂજન:જોબનપુત્રા પરિવારે સ્વ. બચુબેન ત્રિભોવનદાસની સ્મૃતિમાં સમાજને અર્પણ કરી

    12 hours ago

    જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી), નાગેશ્વર રોડ ખાતે ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવી ગેસ આધારિત ફર્નેસના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સમાજ સેવક મહાવીર દળ – જામનગર અંતર્ગત સ્મશાન વ્યવસ્થા સમિતિ દ્વારા અંતિમ સંસ્કારની સુવિધાઓ વધારવાના હેતુથી આયોજિત કરાયો હતો. આ નવી ગેસ આધારિત ફર્નેસની સુવિધા જોબનપુત્રા પરિવાર, ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ એલોયસ) દ્વારા તેમની માતા સ્વર્ગસ્થ બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રાની સ્મૃતિમાં સમાજને અર્પણ કરવામાં આવી રહી છે. આ સમાજ ઉપયોગી કાર્યના શુભારંભ પ્રસંગે દાતા જોબનપુત્રા પરિવારના સભ્યો, સમાજ સેવક મહાવીર દળના સભ્યો, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જોબનપુત્રા પરિવારની સેવાભાવના અને સમાજ ઉપયોગી કાર્યની પ્રશંસા કરી હતી. આ નવી સુવિધાના નિર્માણથી આદર્શ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટેની સુવિધાઓમાં વધારો થશે, જેનાથી જરૂરિયાતમંદ પરિવારોને સરળતા અને સગવડ મળશે. સમાજ સેવક મહાવીર દળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હેઠળ સમાજહિતના કાર્યો સતત કરવામાં આવે છે. આ ગેસ આધારિત ફર્નેસનું નિર્માણ પણ માનવસેવા અને સમાજસેવાના આ અભિગમને વધુ મજબૂત બનાવતું એક મહત્વપૂર્ણ પગલું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મનપાની સભમાં 6 ઠરાવો મંજૂર:3 અધિકારી-કર્મીઓને આર્થિક સહાય, કાયમી સફાઈ કામદારના વારસદારને રહેમરાહે નિમણૂક આપવા દરખાસ્ત
    Next Article
    Sunshine Pictures IPO Allotment Status To Be OUT Soon: Check On BSE, NSE, Bigshare

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment